fbpx

પાટણ તાલુકાના ધારપુર મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો કાર્યક્રમ યોજાયો…

Date:

પાટણ તા. ૩૦
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભો લોકોને ઘર આંગણે જ મળી રહે તે માટે દેશભરમાં ૧૫મી નવેમ્બરથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નો પ્રારંભ થયો છે. જે અંતર્ગત ગુરૂવારે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને ધારપુર મુકામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

“વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત મહાનુભાવોના વરદ હસ્તે આયુષ્માન કાર્ડ સહિતના યોજનાકીય લાભોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મહાનુ ભાવો સહિત ગામવાસીઓએ પ્રતિજ્ઞા લીધી હતી.

યાત્રા દરમિયાન ઉજવલા યોજનાઓના ૧૦ જેટલા લાભાર્થીઓ, ૮૦ જેટલા લોકોનું ટીબી સ્ક્રીનીંગ કરવામાં આવ્યું.૯૦ લોકોનું ડાયાબીટીસ,બીપીનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. ૧૦૫ જેટલા લાભાર્થીઓએ નવા આયુષ્ય માન કાર્ડ સ્થળ પર બનાવવામાં આવ્યા હતા. જેમાં સરકારની અન્ય યોજનાઓનો લાભ લાભાર્થીઓએ પ્રાપ્ત કર્યો હતો.

મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ સરકારની યોજનાઓના મળતા લાભ બદલ સરકાર નો
આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ,જીલ્લા વિકાસ અધિકારી, સહિત સંગઠનનાં આગેવાનો ઉપરાંત ગામના આગેવાનો અને બહોળી સંખ્યામાં ગામવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

લીઓ ટ્રી પ્લાન્ટેશન ચેલેન્જ ૨૦૨૩ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…

પાટણ તા. 31 લીઓ ટ્રી પ્લાંટેશન ચેલેન્જ ૨૦૨૩ અંતર્ગત...

પાટણના શ્રી આનંદેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં અતિરુદ્ર મહાયજ્ઞ નો વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પ્રારંભ..

ઇન્ટરનેશનલ શિવ કથાકાર ડો.લંકેશ બાપુ ની પ્રેરણાથી આયોજિત અતિરુદ્ર...