પાટણ તા. ૨૮
ભજન ભોજન અને જન સેવા થકી સેવા ભક્તિ રાષ્ટ્ર ભકિત ની ગુજરાત ભર માં અલખ જગાવનાર અને ગરવા ગીરનાર ના દશૅન એ આવતા સાધુ સંતો ભાવિકો માટે રામવાડી ની સ્થાપના કરી ભજન અને ભોજન નો ધુણો ધખાવી અનોખા પ્રકાર ની સેવા કરનાર પરમ પૂજ્ય સમર્થ પ્રાગદાસ બાપા ગોદડીયા એ એકલું ભજન અને ભોજન નહીં વિવિધ પ્રકારે અનેક સેવા યજ્ઞો પ્રગટાવી ને અગણીત લોકો ને જીવવા નુ બળ પુરૂ પાડી ગોદડીયા પરંપરા ને ઉજળી કરી છે.
સોમવારે પરમ પૂજ્ય સમથૅ પ્રાગદાસ બાપા ગોદડીયા ની ૧૦૫ મી જન્મ જયંતી ના પાવન પ્રસંગે આનર્ત ભારતી સેવા ટ્રસ્ટ વાસાં ને સેવા વાહિની અર્પણ કરવામાં આવી હતી.પાટણ જીલ્લા ની જનતા ને સરકાર અને સમાજ માંથી વિવિધ યોજનાઓ નો લાભ મળે તેવા પ્રચાર પ્રસાર ના ઉમદા હેતુ માટે પરમ પૂજ્ય સમથૅ પ્રાગદાસ બાપા ગોદડીયા રામવાડી ખાતે જુનામાંકાં તા.હારીજ ખાતે સોમવાર ના રોજ સેવા વાહિની અપૅણ કરવાના આ અનોખા પ્રકાર ના સેવા યજ્ઞમાં પરમ પૂજ્ય સમથૅ પ્રાગદાસ બાપા ગોદડીયા રામવાડી અન્નક્ષેત્ર ટ્રસ્ટ જુનાગઢ-ગાંધીનગર ના મેનેજીંગ ટ્રસ્ટી ઉદ્યોગપતિ ડો.એન.પી.પટેલ વેસ્ટર્ન એગ્રી સિડ્સ લી સહિત ગોદડીયા પરીવાર ના કરશનબાપા,ચતુરભાઇ પટેલ,ખાનજીભાઇ વાઘેલા, ખેગારભાઈ યોગી, ભરત ચૌધરી સહીત આગેવાનો સાથે ગામના ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી