અકસ્માતના બનાવ ના પગલે અફરાતફરી સાથે લોકોના ટોળા એકત્રિત થયા..
અકસ્માતમાં કોઈ જાનહાની ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો..
પાટણ તા. ૧૨
પાટણ-ધારપુર હાઇવે માગૅ પર થી મંગળવારે સવારના સુમારે પસાર થઇ રહેલા ટર્બો ટ્રક ચાલકે અગમ્ય કારણોસર સ્ટેરીગ પર નો કાબુ ગુમાવતા ધારપુર થી પાટણ તરફ જઈ રહેલી કાર ને ટક્કર મારી ટર્બો ટ્રક માર્ગની સાઈડમાં આવેલ ડીવાઇન મેન્ટલ હેલ્થ કેર એન્ડ રિહેબ સેન્ટર ની દીવાલ તોડી અંદર ઘુસી ગયો હતો જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાની ના થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
આ અકસ્માત ની મળતી માહિતી મુજબ પાટણ ધારપુર હાઇવે પરથી મંગળવારે સવારે ડીવાઇન મેન્ટલ હેલ્થ કેર એન્ડ રિહેબ સેન્ટર પાસે ધારપુર બાજુ થી પાટણ તરફ આવી રહેલા ટર્બો ટ્રક ચાલકે અગમ્ય કારણોસર પોતાના સ્ટેરીગ પર નો કાબુ ગુમાવતા ટર્બો ચાલકે પાટણ તરફ થી આવી રહેલી કાર ને ટક્કર મારતા ટર્બો ટ્રક હાઇવે માર્ગ ની સાઈડ પર આવેલ હોસ્પિટલની દીવાલ તોડી અંદર ઘુસી ગયો હતો.
અચાનક બનેલા આ બનાવને લઈ હોસ્પિટલની અંદરની સાઈડમાં બેઠેલા લોકો ગભરાઈ ગયા હતા અને હોસ્પિટલ કેમ્પસમાં નાશ ભાગ મચી જવા પામી હતી. તો બનાવના પગલે ધટના સ્થળે લોકો એકઢા થઈ ગયા હતા.
આ અકસ્માત મા ટર્બો ટ્રકે કાર ને ટક્કર મારતા કાર ના એક બાજુ ના બે દરવાજા અને કાચ ને ભારે નુકસાન થયું હતું. જોકે અકસ્માત માં કોઈ પ્રકારની જાન હાનિ ના થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.અકસ્માત ની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી