પરમીટ વગરની 3 રિવોલ્વર અને બાઈક મળી કુલ રૂ. 1.15 લાખ નો મુદામાલ જપ્ત કરાયો.
ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિશીલ બનાવાયા..
પાટણ તા. 26 પાટણ SOG પોલીસે ખૂન લૂંટ અને આમૅસ એકટના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને શંખેશ્વરના મુજપુર ગામ પાસે થી પરમિટ વગરની દેશી બનાવટ ની પિસ્તોલ અને દેશી બનાવટ ના બે તમંચા સાથે આબાદ ઝડપી પાડી બન્ને આરોપીને શંખેશ્વર પોલીસ સ્ટેશને સુપ્રત તેઓની સામે ગુનો નોંધી વધુ તપાસ શંખેશ્વર પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની મળતી માહિતી મુજબ પાટણ એસઓજી પોલીસ ને ગેરકાયદેસર હથિયાર ના ગુનાઓ શોધી કાઢવા જિલ્લા પોલીસ વડા ની સૂચનાને લઈ પાટણ એસઓજી પીઆઈ સહિત તેમની ટીમ ગતરોજ શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે મુજપુર ગામ તરફથી એક મોટર સાયકલ પર બે ઈસમો સવાર થઈ હથિયાર લાવી રહ્યા છે. જેથી એસઓજી પોલીસ ની ટીમ દ્રારા મુજપુર થી ટુવડ જતા કુવારદ ચાર રસ્તા એપ્રોચ રોડ ઉપર વોચમા રહી મુજપુર ગામ તરફથી એક મોટર સાયકલ ઉપર ભરવાડ રૂગનાથભાઈ ઉર્ફે ભોટીયો મુજપુર વાળો અને ભરવાડ રાજુભાઈ ગોવિંદભાઈ રહે બેચર (બહુચરાજી) ભરવાડ વાસ ને પકડી તેઓની તપાસ કરતા તેમની પાસેથી પરમિટ વગરની દેશી બંદૂકોની ત્રણ પિસ્તોલ મળી આવતા તેને પકડી કાયદેસર ની કાર્યવાહી કરવા શંખેશ્વર પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે બે ઈસમો સામે આમર્સ એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. એસઓજી ટીમના હાથે ઝડપાયેલા બંને આરોપી પાસેથી દેશી બનાવટની પિસ્તોલ નંગ એક તેમજ દેશી બનાવટના તમંચા નંગ બે અને હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ મળી કુલ 1,15,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો .જ્યારે અન્ય ત્રણ આરોપી સૈયદ કયુમભાઈ રહીમભાઈ રહે સમી મોટો માઢ,હનીફભાઈ અબ્બાસભાઈ તુવર રહે મુજપુર શંખેશ્વર અને રસુલમીયા રહે ચંદ્રોડા તાલુકો હારીજ વાળાને પકડવાના ચક્રો ગતિશીલ બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. એસઓજી પોલીસે ઝડપેલા આરોપીઓ અગાઉ પણ લૂટ , મડૅર અને આમૅસ એકટના ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું પાટણ એસઓજી પીઆઈ એ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી