fbpx

પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા સૌ પ્રથમ વાર પ્રજાપતિ સન્માન એવોર્ડ 2023 નું આયોજન કરાયું…

Date:

પાટણ તા. 12
પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા સૌ પ્રથમ વાર પાટણ પ્રજાપતિ સન્માન એવોર્ડ 2023 નું આગામી તારીખ 16 ડિસેમ્બરના રોજ શ્રી પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું છે.પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા એક પગલું શિક્ષણ તરફ ની થીમ સાથે આયોજિત કરાયેલા પાટણ પ્રજાપતિ સન્માન એવોર્ડ 2023 અંતર્ગત સમાજ મા યોગ્ય સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેમજ યોગ્ય સિદ્ધિ ધરાવતા સમાજના 150 થી વધુ લોકો કે જે ઓએ વિવિધ ક્ષેત્રો મા પોતાની નામના પ્રાપ્ત કરી સમાજ ઉપયોગી કાર્યો કર્યા છે તેવા સન્માનિત વ્યક્તિઓને પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા પાટણ પ્રજાપતિ સન્માન એવોર્ડ 2023 અર્પણ કરવાના આ કાર્યક્રમમાં મરણોતર સન્માન એવોર્ડ, સ્ટાર્ટઅપ સન્માન એવોર્ડ, નિસ્વાર્થ સેવા સન્માન એવોર્ડ, બાળ શક્તિ સન્માન એવોર્ડ, નારી શક્તિ સન્માન એવોર્ડ, ખેલ રત્ન સન્માન એવોર્ડ, બિઝનેસ મેન સન્માન એવોર્ડ, યુવા રત્ન સન્માન એવોર્ડ, સાંસ્કૃતિક કલા સન્માન એવોર્ડ, રાજકીય સન્માન એવોર્ડ અને વિશેષ આમંત્રિત સન્માન એવોર્ડ થી નવાજવામાં આવનાર છે.

પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં તારક મહેતા સિરિયલ ના બાળ કલાકાર ભવ્ય ગાંધી ઉર્ફેટપ્પુ,લેફ્ટનન્ટ કર્નલ નિતીન જોશી,આઈપીએલપ્લેયર ઉર્વીલ પટેલ, ઇન્ડિયન ક્રિકેટર પ્રિયાંક પંચાલ,દ્વારકાના DYSP હાર્દિક પ્રજાપતિ સહિત પાટણ પ્રજાપતિ સમાજના દાતાઓ આગેવાનો, અધિકારીઓ સહિત મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેનાર હોવાનું પાટણ પ્રજાપતિ સમાજ સન્માન એવોર્ડ સમિતિ 2023 ના પ્રોજેક્ટ ચેરમેન ચિંતન પ્રજાપતિ, કો.પ્રો.ચેરમેન કલ્પેશ પ્રજાપતિ ( એન્જિનિયર ), પિયુષ પ્રજાપતિ, મહેશ દલવાડી સહિત ના આયોજક કતૉઓએ જણાવ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નગરપાલિકાએ આખરે ફાયર સેફ્ટી ને ધ્યાનમાં રાખીને ફાયર સેફ્ટી સુવિધા ઉપલબ્ધ બનાવી…

પાટણ તા. ૩૦પાટણ નગરપાલિકા દ્વારા ફાયર સેફટી નિયમોનું પાલન...

એક વૃક્ષ દેશ કે નામ અંતગૅત મુસ્લિમ સમાજ ની ચાર સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું..

મુસ્લિમ સમાજ ના ધમૅ સ્થાનો પર વિવિધ પ્રકારના વૃક્ષો...

વિશ્વ યોગ દિવસના ઉપલક્ષ્ય માં ગાયત્રી મંદિર ખાતે બહેનો માટે યોગ શિબિર યોજાઈ..

યોગગુરૂ સ્મૃતિબેન પટેલે તંદુરસ્ત શરીર રાખવા બહેનોને નિયમિત યોગ...