fbpx

પાટણ ની ઝીલ રેસિડેન્સી ના રહીશો પાણી, ભૂગૅભ ગટર, સ્ટ્રીટ લાઈટ અને સફાઈ મામલે પરેશાન..

Date:

પાટણ તા. ૨૫
પાટણ શહેરના ખાલકશા પીર નજીક આવેલી જીલ રેસીડેન્સી સોસાયટીના રહીશોએ ગુરુવારે ભૂગર્ભ ગટરની સમસ્યા, પીવાના પાણીની સમસ્યા, સ્ટ્રીટ લાઈટ ની સમસ્યા, સ્વચ્છતા ની સમસ્યા બાબતે પાટણ નગરપાલિકા ખાતે ઈન્ચાર્જ ચિફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી તેના તાત્કાલિક નિરાકરણ ની માગ કરી હતી.

સોસાયટીના રહીશોએ ચીફ ઓફિસરને લેખિતમાં આપેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે અમારી ઝીલ સોસાયટી સહિત આ વિસ્તારની અન્ય કેટલીક સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી પાણી અનિયમિત અને અપૂરતું આવે છે તો કેટલાક લોકો મોટરથી પાણી ખેંચતા હોય પુરતું પાણી મળતું નથી તો વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની સમસ્યા, સફાઈની સમસ્યા અને ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા પણ વારંવાર સજૉતી હોય જેના કારણે પારવાર મુશ્કેલીઓ ભોગવી પડે છે.

ત્યારે આ સમસ્યાઓ તાત્કાલિક ધોરણે દુર કરવા માં આવે તેવી માગ કરી હતી. ઝીલ રેસીડેન્સી સોસાયટી ના રહીશોની લેખિત રજૂઆતના પગલે નગર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરે તાત્કાલિક જે તે શાખાના અધિકારી અને કર્મચારીઓને સૂચના આપી રહીશોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાજયના ગૃહ વિભાગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં અને DYSP કચેરી માં સોલાર સિસ્ટમ કાયૅરત કરી..

રાજયના ગૃહ વિભાગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં અને DYSP કચેરી માં સોલાર સિસ્ટમ કાયૅરત કરી.. ~ #369News

પાટણ સમીપ આવેલા અનાવાડા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ ગામ તોરણ બંધાયુ..

પાટણ સમીપ આવેલા અનાવાડા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ ગામ તોરણ બંધાયુ.. ~ #369News