અકસ્માત સર્જી ટર્બો ચાલક પોતાનો ટર્બો ઘટના સ્થળે મૂકી ફરાર થયો…
પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…
પાટણ તા. ૧૭
પાટણ શહેરના સિદ્ધપુર ચાર રસ્તા નજીક બે ફામ
પણે માર્ગો પરથી પસાર થતાં ટર્બો ના ચાલકો દ્વારા અવાર-નવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જીને અનેક નિર્દોષ માનવ જિંદગીઓ ને મોતના મુખમાં ધકેલતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે.ત્યારે રવિવારની સવારે સિદ્ધપુર ચાર રસ્તા નજીક માર્ગ ક્રોસ કરી રહેલ 24 વર્ષની યુવતીને ટર્બો ચાલકે અડફેટમાં લેતા યુવતી નું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. તો યુવતીની સાથે રહેલી અન્ય એક યુવતીને પણ ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાની ઘટના પ્રકાશ મા આવવા પામી છે.
આ અકસ્માતના બનાવની મળતી હકીકત મુજબ પાટણ નજીકના ખાનપુરડા ગામની પરમાર પરિવારની યુવતી દિપીકા અને બાવળા ગામની યુવતી સુનિતા રવિવારની વહેલી સવારે પાટણ ખાતે સિદ્ધપુર ચાર રસ્તા નજીક હોટલ ઉપર ચા પાણી કરીને બંને યુવતીઓ સિદ્ધપુર ચાર રસ્તા નજીકનો રોડ ક્રોસ કરી બહુચરાજી નજીક આવેલ શેરપુરા ગામે લગ્નમાં જવા બસ સ્ટેશન તરફ જઈ રહી હતી.
ત્યારે વાગડોદ તરફ જઈ રહેલા ટર્બો ચાલકે બંને યુવતી ને અડફેટમાં લેતા ખાનપુરડા ગામની યુવતી દિપીકા નું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું.
તો બાવળા ની યુવતી સુનિતા ને ગંભીર ઇજાઓ પહોચતા સ્થળ પરના લોકોએ તેણીને તાત્કાલિક ખાનગી વાહન મારફતે પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી.
બનાવની જાણ પાટણ 108 ને તેમજ પોલીસ ને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી હતી આ અકસ્માતમાં બનાવના પગલે સિદ્ધપુર ચાર રસ્તા નજીક લોકોના ટોળા એકત્રિત થતાં અકસ્માત સજૅનાર ટર્બો ચાલક પોતાનો ટર્બો ઘટના સ્થળે મૂકી ફરાર થયો હતો. પોલીસે આ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.