દારૂની બોટલ નંગ 600 અને ઈકો ગાડી મળી રૂ.3,88,596 નો મુદામાલ જપ્ત કર્યો..
પાટણ તા. 21 Eeco ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે સિદ્ધપુર પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ જિલ્લા પોલીસ વડા ડો.રવિન્દ્ર પટેલ દ્રારા પાટણ જીલ્લા માંથી પ્રોહિ લગતની ગેરકાયદેસર પ્રવૃતી દુર કરવા કરેલ સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક કે.કે પંડ્યાના સીધા માર્ગદર્શન હેઠળ સિધ્ધપુર પીઆઈ જે બી આચાર્ય પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી મળેલ કે એક સફેદ કલરની ઇકો ગાડી નંબર G.J.08.CC.2561 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી પાલનપુર બાજુથી આવી સિધ્ધપુર હાઇવે ઉપર થઇ મહેસાણા બાજુ જનાર છે જે હકીકત આધારે ટીમે ગાડીની વોચમાં રહી કાકોશી ચાર રસ્તા ખાતે વાહનોની આડાશ કરી બાતમી મુજબની ઇકો ગાડી પસાર થતાં તેને ચાલક સાથે પકડી ગાડી ની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટના પ્રરપ્રાંતિય વિદેશી દારૂની નાની મોટી અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ 600 કુલ કિ.રૂા.88,296 તથા મોબાઇલ નંગ-1 કિ.રૂા.300 તથા ઇકો ગાડી કિ.રૂા.3 લાખ મળી કુલ કિ.રૂા.3,88,596ના મુદામાલ સાથે મીર અલીભાઈ જલુભાઈ અમાભાઈ ઉ.વ.32 રહે કાણોદર, ઈન્દિરાપરામાં તા.પાલનપુર જી.બ.કાં.ને ઝડપી ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું પોલીસ સુત્રો એ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી