પ્રાણઘાતક હથિયારો,વાહનો સાથે ૬ આરોપી ઝડપી પાડતી સિધ્ધપુર પોલીસની કામગીરી ને સૌએ સરાહનીય લેખાવી..
પાટણ તા. ૧૭
સિદ્ધપુરની એચ એમ આંગડિયા પેઢીના માલિકની આંખમાં મરચાની ભૂકી નાખી રૂપિયા 35 લાખની લૂંટ કરવાના ઇરાદે આવેલ ધાડપાડું ગેંગ ના છ સાગરીતોને સિદ્ધપુર પોલીસે દબોચી લઈ તેઓની પાસેથી વાહનો સાધન સામગ્રી સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકડૉ.રવિન્દ્ર પટેલ નાઓએ પાટણ જીલ્લામાં મિલકત સંબંધી બનતા ગુનાઓ અટકાવવા સૂચના કરેલ જે આધારે નાથબ પોલીસ અધિક્ષક કે.કે.પંડયાની સુચના અને સીધા માર્ગદશન હેઠળ સિધ્ધપુર પીઆઈ જે.બી. આચાર્ય અને પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સિધ્ધપુર ગંજ બજારના ગેટ પાસે આવતા હકીકત મળેલ કે સિધ્ધપુર ગંજ બજારમાં HM આંગડીયા પેઢી નજીક વેગેનાર ગાડી તથા પ્લસર મોટર સાયકલ સાથે કેટલાક ઇસમો લુટ કરવાના ઇરાદે તૈયારી હાલતમાં ઉભેલ છે.
જેથી હકીકત વાળી જગ્યાએ પોલીસ સ્ટાફના માણસો સાથે જઇ તપાસ કરતા વેગેનાર ગાડી તથા પ્લસર મોટર સાયકલ સાથે છ ઇસમો શંકાસ્પદ હાલતમાં મળી આવતાં તેઓની તથા વાહનોની ઝડતી કરતાં પ્રાણઘાતક હથિયારો તથા મરચાની સુકી ભૂકી મળી આવતાં શંકાસ્પદ ઇસમોની યુકતિ પ્રયુકિતથી ઉંડાણપુર્વક પુછપરછ કરતાં શંકાસ્પદ ઇસમ કિશનસિંહ હિરભા દરબાર નાઓ સિધ્ધપુર ખાતેના રહેવાશી હોઈ અને જેઓએ HM આગડીયા પેઢીની તથા તેના માલીકના રહેણાંક મકાન સુધી અવાર નવાર રેકી કરી પેઢીના શેઠ સાંજના સાતેક વાગ્યાની આસપાસ છેલ્લે બચેલ પાંત્રીસ થી ચાલીસ લાખ રૂપિયા તેઓની ગાડીમાં લઇ જતાં હોવાની ટીપ મેળવી અન્ય સાગરિતોને આપતાં બધા ભેગા મળી પ્લાનીંગ કરી HM આંગડીયા પેઢીના શેઠની આંખોમાં મરચાની ભુકી નાખી પ્રાણધાતક હથિયારોનો ઉપયોગ કરી પાંત્રીસ થી ચાલીસ લાખ રૂપિયા લુટ કરવાના ઇરાદે આવેલ હોય ધાડપાડુ ગેંગને પ્રાણઘાતક હથિયારો લોખંડનો છરો તથા લોખંડની છરી તથા લોખંડની પાઇપો તથા લાકડાના ધોકા તથા વેગેનાર ગાડી GJ 02 AT 4425 તથા પ્લસર મોટર સાયકલ નં.GJ 38 AK 4241 સાથે પકડી સિધ્ધપુર પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
બોકસ…
પકડાયેલ આરોપીઓના નામ સરનામા
(૧) કિશનસિહ હિરભા દરબાર ઉ.વ-૨૧ હાલ રહે સિધ્ધપુર ડેરીયાપરા તા.સિધ્ધપુર જી. પાટણ મુળરહે સુણસર તા. ચાણસ્મા જી.પાટણ (મુખ્ય સૂત્રધાર ટીપ આપનાર)
(૨) કિરણજી દલપુજી ઠાકોર ઉ.વ-૩૦ હાલરહે. મકતુપુર તા.ઉંઝા જી. મહેસાણા મુળરહે મેરવાડા તા. ચાણસ્મા જી.પાટણ
(૩) શ્રવણજી રણુભા ડાભી ઉ.વ-૨૭ રહે શિહોરી હેમાણીપાર્ટી તા. કાંકરેજ જી.બનાસકાંઠા
(૪) પ્રતાપસિંહ માલભા ઝાલા ઉ.વ-૨૩ રહે.ડઢાણા તા.માંડલ જી.અમદાવાદ
(૫) અજયસિંહ જયહિંદસિહ ડાભી ઉ.વ-૨૦ રહે શિહોરી તા.કાંકરેજ જી.બનાસકાંઠા
(9) ગાણપતસિંહ જેણુભા ડાભી ઉ.વ-૨૫ રહે.શિહોરી તા.કાકરેજ જી.બનાસકાંઠા
કબ્જે કરેલ મુદામાલ
(૧) વેગેનાર ગાડી નંબર આર.ટી.ઓ રજી નંબર GJ 02 AT 4425 કિ.રૂ.2,00,000/-
(૨) પ્લસર મોટર સાયકલ આર ટી.બી રજી નંબર GJ 38 AK 4241 કિ.રૂ.૫૦,000/-
(3) લોખંડનો છરી તથા લોખંડની છરી કુલ કિ.રૂ.00/00
(૪) બે લોખંડની પાઇપ તથા બે લાકડાના ધોકા
(૫) મોબાઇલ ફોન નંગ-૦૫ કિ.રૂ|.૨૦.૫૦૦/-
(૬) મરચાની ભુકી આશરે ૫૦ ગ્રામ..
અહેવાલ યશપાલ સ્વામી