પાટણ તા. ૨૩
શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલય દ્વારા આયોજિત શ્રી વંદે ભારતમ્ સ્પંદનોતસ્વ ત્રિદિવસીય સાંકૃતિક મેળાનો શનિવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો.શુભારંભ પ્રસંગે પાટણ નગરપાલીકા પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમારે મુલાકાત લીધી હતી.
શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી ડી સાર્વજનિક વિદ્યાલય દ્વારા આયોજિત શ્રી વંદે ભારતમ્ સ્પંદનોસ્તવ ત્રિદિવસીય સાંકૃતિક મેળા માં પાટણ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી આયોજીત શસ્ત્ર પ્રદર્શન ધોરણ 1 થી 12 નાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિઘ પ્રકારના પ્રદર્શનો રજૂ કરવામાં આવ્યાં છે.
શ્રી બી ડી સાર્વજનિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા શ્રી રામ મંદિર, કૃષ્ણ લીલા, આદિવાસી જીવનશૈલી, કલ્પવૃક્ષ, કચ્છ દર્શન, રાણીની વાવ, પાટણ પટોળા, માટીના રમકડા, પાટણ ની પ્રભુતા, વિજ્ઞાન ગેલેરી, હોરર શો વગેરે વિવિધ પ્રકારના પ્રદર્શનો પણ ગોઠવવામાં આવ્યા હોય જે લોકો ના આકૅષણ નું કેન્દ્ર બન્યા હતા.
શ્રી પાટણ જૈન મંડળ શ્રી બી ડી સાર્વજનિક વિદ્યાલય દ્વારા આયોજિત શ્રી વંદે ભારતમ્ સ્પંદનોત્સવ ત્રિદિવસીય સાંકૃતિક મેળા ના આયોજનને સફળ બનાવવા શાળાના આચાર્ય સહિત સમગ્ર સ્ટાફ પરિવાર સાથે વિધાર્થીઓ દ્રારા જહેમત ઉઠાવી છે.
અહેવાલ યશપાલ સ્વામી