fbpx

શિક્ષણની સાથે સાથે બાળકોમાં સંસ્કારોનું સિંચન ઘડવાની ઓક્સફોર્ડ ઇંગ્લિશ સ્કૂલની પ્રવૃત્તિ સરાહનીય છે : પ્રવિણભાઈ માળી..

Date:

પાટણ તા. 24
પાટણની સૌપ્રથમ સી બી એસ સી માન્યતા પ્રાપ્ત ઓક્સફર્ડ ઇંગ્લીશ સ્કુલે શિક્ષણની સાથે સાથે બાળકોમાં સંસ્કારોનું સિંચન અને તેઓની સુષુપ્ત શક્તિઓને નિખારી પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આગવી ઓળખ ઊભી કરી છે.

ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલ નો 18 મો વાર્ષિકોત્સવ 2023 વસુંધરા ની થીમ સાથે શનિવારની ઢળતી સંધ્યાએ સ્કૂલ કેમ્પસના વિશાળ મેદાનમાં ડીસા ના ધારાસભ્ય પ્રવિણભાઈ માળી અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને ઓકસફર્ડ સ્કૂલ ના પ્રણેતા કે.સી.પટેલ સહિત ના મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિમાં યોજાયો હતો.

ઓક્સફોર્ડ ઇંગ્લિશ સ્કૂલ ના 18 માં વાર્ષિકોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવો ને સ્કૂલ ના સંચાલક જગદીશભાઈ કથુરીયાએ શાબ્દિક સ્વાગત કરી આવકાયૉ હતા. તો સ્કૂલના ટ્રસ્ટી શાંતિભાઈ સ્વામી, વિજયભાઈ પટેલ, જગદીશભાઈ ખમાર, પુનમબેન કથુરીયા, હર્ષ પટેલ, હાર્દિક સ્વામી અને તુષાર કથુરિયા દ્વારા ખેસ અને મોમેન્ટ થી તમામ મહાનુભાવો ને સન્માનિત કરાયા હતા.

વસુંધરા ની થીમ આધારિત ઓકસફર્ડ ઈંગ્લીશ સ્કૂલ ના 18 મા વાર્ષિક ઉત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેલા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ સ્કૂલની શિક્ષણ ક્ષેત્રની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને નિખારવા વર્ષ દરમિયાન કરાતી જુદી જુદી પ્રવૃત્તિને સરાહનીય લેખાવી વાર્ષિકોત્સવ પ્રસંગની શુભેચ્છાઓ પાઠવી હતી.

ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલના પ્રણેતા કે. સી. પટેલે પણ સ્કૂલમા શિક્ષણની સાથે સાથે બાળકોને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા વિકાસની ક્ષતિ જ તરફ લઈ જવામાં મહત્વનું યોગદાન આપી રહેલા સ્કૂલ સંચાલક અને ટ્રસ્ટી મંડળ સહિત પ્રિન્સિપાલ જોઈન સર અને તેમના ધમૅ પત્ની યામિનીબેન ને વિશેષ રૂપે સન્માનિત કરી બિરદાવ્યા હતા.

વસુંધરા ની થીમ પર ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલના આયોજિત વાર્ષિકોત્સવ માં શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની ગાંધી સુંદર લાલ કન્યા શાળા ખાતે વિશ્વ તમાકુ નિયંત્રણ દિન નિમિત્તે વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી.

પાટણની ગાંધી સુંદર લાલ કન્યા શાળા ખાતે વિશ્વ તમાકુ નિયંત્રણ દિન નિમિત્તે વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી. ~ #369News