પાટણ તા. ૨૩
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કા.કુલપતિ ડો. રોહિત દેસાઈના ફોટા સાથે વોટ્સએપ DP રાખી અન્ય નમ્બર થી મદદ કરવા કરાયેલ મેસેજ મામલે સાયબર ક્રાઇમને યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ દ્વારા ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ કોઈ ફ્રોડ ઈસન દ્વારા પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના કા.કુલપતિ ડૉ રોહિત દેસાઇ ના નામ અને તેમનો ફોટા સાથે મો.8962264681 નમ્બર પર ડીપી રાખી તેનો ખોટો ઉપયોગ કરી યુનિવર્સિટી કા. કુલપતિના નામે મેસેજે કરી એપ્પલ સ્ટોર પર એમેજોન કોડ દ્વારા મદદ ની માંગ કરવા માં આવી હોવાની જાણ યુનિવર્સિટી કા. કુલપતિ ડૉ રોહિત દેસાઈ ને થતાં તેઓએ આ મામલે સાયબર ક્રાઈમ પાટણ ને લેખિત માં રજુઆત કરી તેઓના નામ અને ફોટા સાથે વોટ્સએપ પર ખોટા નમ્બર પર DP રાખી ફ્રોડ કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે.