google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના શ્રી બિંદુક્ષણી ગાત્રીશ્રી માતાજી ના સાનિધ્યમાં ભટ્ટ પરિવાર દ્રારા નવચંડી યજ્ઞ કરાયો..

Date:

હાઈકોર્ટે ના સિનિયર એડવોકેટ પરિવારની શ્રધ્ધા ફળીભૂત બનતાં આસ્થા પ્રગટ કરી…

પાટણ તા. ૨૪
ધર્મની નગરી પાટણ શહેરમાં અનેક દેવી-દેવતાઓના મંદિરો ભક્તજનોની આસ્થાના પ્રતીક સમા શોભાયમાન બની રહ્યા છે ત્યારે પાટણ શહેરના પંચમુખી હનુમાનજી મંદિર નજીક આવેલા શ્રી બિંદુક્ષણી ગાત્રીશ્રી માતાજી નું મંદિર પણ ભકતજનો માટે આસ્થા ના પ્રતિક સમાન શોભાયમાન બની રહ્યું છે.

શ્રી બિંદુક્ષણી ગાત્રીશ્રી માતાજી ના સાનિધ્યમાં રવિવારે અમદાવાદ હાઈકોર્ટે ના સિનિયર એડવોકેટ પ્રદિપભાઈ ભટ્ટ ના સુપુત્ર ચિ.રીષિતભાઈ અને પુત્રવધૂ ચિ.પ્રહરબેન ઉપર માતાજીના આશીર્વાદ વરસતાં આનલ અને તનાયા નું અવતરણ થવાની ખુશી મા નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો હતો.

આ ધાર્મિક પ્રસંગે પરિવાર ના ઈલાબેન પ્રદિપભાઈ ભટ્ટ સહિત નાઓએ ઉપસ્થિત રહી દશૅન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

શ્રી બિંદુક્ષણી ગાત્રીશ્રી માતાજી મંદિર પરિસર ખાતે આયોજિત આ યજ્ઞ ના ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા મંદિરના સંચાલક ભગુભાઈ શુકલ, આસુતોષ શુકલ અને સ્મિતાબેન પટેલ સહિતના સેવક પરિવાર દ્રારા સુંદર વ્યવસ્થા કરવા માં આવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પ્રિ-મોન્સુન કામગીરી અંતગૅત પાટણનાં આનંદ સરોવર કેનાલ થી ટેલિફોન એક્સ્ચેન્જ સુધીની કેનાલની સફાઈ હાથ ધરાઈ..

જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા સાફ-સફાઇ અભિયાન હાથ ધરાયુ…પાટણ...