fbpx

હારીજ સર્કલ ઓફિસર ના નામે બે વચેટીયા રૂ. 30 હજાર ની લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ ઝડપાયા..

Date:

પાટણ તા. ૨૩
હારીજમાં જમીન વેચાણની નોંધ મંજૂર કરવા બાબતે સર્કલ ઓફિસર ના નામે બે વચેટીયાઓને એસીબી ટીમે રૂપિયા 30,000 ની લાંચ ની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપી લેતા હારીજ સકૅલ ઓફિસ સ્ટાફ સહિત સરકારી કચેરીમાં ફરજ બજાવતા લાંચિયા અધિકારીઓ અને કમૅચારીઓમા ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

આ બાબતે મળતી હકીકત મુજબ હારીજમાં જમીનની વેચાણ નોંધ મંજૂર કરવા માટે સરકારી ઓફિસર વતી હારીજ ના રમેશભાઈ દલપતભાઈ અખાણી તેમજ વિપુલ પ્રફુલભાઈ પરમાર દ્વારા અરજદાર પાસે રૂપિયા 60,000 ની માગણી કરવામાં આવી હતી.

અરજદાર આ લાંચ ની રકમ આપવા તૈયાર ના હોય એસીબી ને ફરિયાદ કરતા. મહેસાણા એસીબી ટીમ દ્વારા છટકુ ગોઠવી હારીજ ના મેઈન બજાર માં પાલિકા કોમ્પલેક્ષમાં આવેલ દુકાનમાં બંને લાંચિયા વચેટીયા ઈસમોને રૂ. 30 હજારની લાંચ ની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. હારીજ સર્કલ ઓફિસર વતી વચેટીયા ઈસમોએ લાંચ માંગી હોવાનું સામે આવતા હારીજ સર્કલ ઓફિસર સામે પણ શંકા સાથે ભ્રષ્ટાચારના આક્ષેપો સાભળવા મળ્યા હતાં.

તો એસીબી ની સફળ ટ્રેપ મામલે હારીજ સકૅલ ઓફિસ સહિત સરકારી કચેરીમાં ફરજ બજાવતા લાંચિયા અધિકારી ઓ અને કમૅચારીઓમા ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. એસીબી સફળ ટ્રેપમા ઝડપાયેલા રમેશભાઈ દલપતરામ અખાણી અને વિપુલ પ્રફુલભાઈ પરમાર ની અટકાયત કરી કાયદેસરની કાયૅવાહી હાથ ધરવામાં આવી છે.

સફળ ટ્રેપ કરનાર અધિકારી તરીકે એસ.ડી.ચાવડા,પીઆઈ મહેસાણા એ. સી. બી. પો. સ્ટે. અને સુપર વિઝન અધિકારી તરીકે એ.વી.પટેલ ઇ.ચા.મદદનીશ નિયામક,ગાંધીનગર એ. સી. બી. એકમ હાજર રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ધારપુર મેડિકલ કોલેજ ખાતે 900 થી વધુ પોલીસ જવાનોએ CPR ટ્રેનિંગ લીધી..

સીઆરપી ની તાલિમ ઈમરજન્સી ના સમયે ખૂબ ઉપકારક બનતી...

પાટણ જિલ્લાના અતિકુપોષિત બાળકોનું સ્ક્રિનીંગ હાથ ધરાયું…

આંગણવાડી કેન્દ્રોમાં મેડીકલ સેવાઓ ઉપરાંત જરૂરી દવાઓ પણ નિ:શુલ્ક...

પાટણની શ્રી કુમારપાળ સોસાયટીમાં વર્ષો પૂર્વે બનાવેલા જમીની પાણીના ટાંકા મા બાળક પટકાતા ઇજાગ્રસ્ત બન્યો..

પાટણની શ્રી કુમારપાળ સોસાયટીમાં વર્ષો પૂર્વે બનાવેલા જમીની પાણીના ટાંકા મા બાળક પટકાતા ઇજાગ્રસ્ત બન્યો.. ~ #369News