google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

યુનિવર્સિટી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્રારા આયોજિત 10 દિવસીય યોગ સમર કેમ્પનો અનેક બાળકો એ લાભ લીધો..

Date:

પાટણ તા. ૨૯
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજિત સમર યોગ કેમ્પનું 7 થી 15 વર્ષનાં બાળકો માટે તારીખ 20 મે થી તા. 29 મે દસ દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું.જે સમર યોગ કેમ્પ નું બુધવારે પાલિકા પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમારની ખાસ ઉપસ્થિતિમાં સમાપન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી ખાતે આયોજિત દશ દિવસીય યોગ સમર કેમ્પનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડની પાટણ જિલ્લાની યોગ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
.

જેમાં જિલ્લા કોઓર્ડીનેટર શ્રીમતી અંકિતાબેન પટેલ, જિલ્લા યોગકોચ શ્રીમતી જ્યોતિબેન પટેલ તેમજ યોગ ટ્રેનર પાટણના શ્રીમતી અસ્મિતાબેન ભાટી દ્વારા યોગ સમર કેમ્પના આયોજનનું સુવ્યવસ્થિત રીતે આયોજન કરવામાં આવ્યું હતું.

આ યોગ સમર કેમ્પમાં ભારતની આવનારી પેઢીને યોગના અભ્યાસ સાથે સારા સંસ્કારોનું સિંચન પણ કરવામાં આવે અને તેમની બુદ્ધિનો સુવ્યવ સ્થિત રીતે વિકાસ થાય અને ભારતના નવ નિર્માણમાં તેઓ પણ એક બાળ યોગી તરીકે સહભાગી બને તેવા સંકલ્પ સાથે આ સમર યોગ અને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,

યોગ સમર કેમ્પમાં ભાગ લેનાર બાળ યોગીઓને વિવિધ આસનો જેવા કે ઊંચાઈ વધારવાના આસનો, પાચનશક્તિ વધારવાના આસનો તેમજ એકાગ્રતા વધારવાના આસનો શીખવાડવામાં આવ્યા હતા, આ સાથે તેઓને વિવિધ પ્રાણાયામ, મુદ્રા, સૂર્ય નમસ્કાર, બ્રેઇન એક્ટિવિટી તેમજ વિવિધ મંત્રોચ્ચાર જેવા કે સંગઠન મંત્ર, કલ્યાણ મંત્ર, મહા મૃત્યુંજય મંત્ર, ગાયત્રી મંત્ર જેવા વિવિધ શ્લોકો નું ગાયન અને પઠન કેવી રીતે કરવું તે શીખવવામાં આવ્યું હતું,

તદુપરાંત તેઓને શ્રીમદ્ ભગવદ્ ગીતા ના વિવિધ અધ્યાયો માંથી 10 શ્લોકો નું પઠન અને ગાયન કરાવવા માં આવ્યું તેમજ આ શ્લોકો કેવી રીતે કંઠસ્થ કરવા તેની પણ શિક્ષા આપવામાં આવી હતી. સતત દશ દિવસ સુધી 2 કલાકની ટ્રેનિંગ બાદ નિયમિત રૂપે પૌષ્ટિક વાનગીઓ, ગ્રીન સલાડ, જ્યુસ, કેરીનો રસ પૂરી, કોલ્ડ ડ્રીંક વગેરે ગુણવત્તા સભર નાસ્તો નિશુલ્ક કરાવવામાં આવ્યો હતો. પાટણ નગર પાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સમર યોગ કેમ્પની ખુબ સરાહ ના કરવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પ્રાકૃત કથા સાહિત્યના અભ્યાસ વિના ભારતીય સંસ્કૃતિ અધુરી છે : ડો. કપાસી…

પાટણ આટૅસ કોલેજ ખાતે રાષ્ટ્રીય સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો..પાટણ તા....

શેઠ.એમ.એન પ્રાથમિક શાળામાં જગત પાલક શ્રીકૃષ્ણના જન્મોત્સવ ને ધૂમધામથી ઉજવવા માં આવી.

ઉ.ગુ.યુવક મંડળ સંચાલિત શેઠ એમ એન પ્રાથમિક શાળામાં જન્માષ્ટમી...