google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

રાધનપુર વારાહી નેશનલ હાઈવે 27 પર કારને પાછળથી ટેલરે ટક્કર મારતા કાર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું…

Date:

અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામ થતા પોલીસે દોડી આવી કાર્યવાહી હાથ ધરી..

પાટણ તા. ૨૭
રાધનપુર ના વારાહી નેશનલ હાઇવે નં. 27 માર્ગ ઉપર કલ્યાણપુરા ગામના પાટીયા નજીક બુધવારે સવારે કાર અને ટેલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત મા કારચાલકનું ગંભીર ઈજાઓના કારણે મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશ મા આવવા પામી છે.

અકસ્માત ઘટનાની મળતી હકીકત મુજબ રાધનપુર વારાહી નેશનલ હાઇવે નંબર 27 ઉપર આવેલ કલ્યાણપુરા ગામના પાટીયા પાસે થી બુધવારની સવારે પસાર થઈ રહેલ કાર પાછળ ટેલર ચાલકે ધડાકાભેર પોતાનું ટેલર અથડાવતા કારનો કચ્ચરઘાણ વળી જવા પામ્યો હતો તો કારમાં બેઠેલા ચાલકનું ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

નેશનલ હાઇવે 27 પર સર્જાયેલા અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઊઠી પડ્યા હતા અને હાઇવે પર વાહનોની કતારોથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાવા પામ્યા હતા. તો બનાવની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક ખુલ્લો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની એન. જી. પટેલ પ્રાથમિક શાળામાં સન્માન સમારોહ અને ટહુકાર વાર્ષિકોત્સવની રમઝટ જામી…

પાટણ તા. ૬પાટણની એન.જી.પટેલ પ્રાથમિક શાળાના તેજસ્વી તારલાઓ અને...

પાટણ ની ૐ નગર સોસાયટીમાં નાગણી નું રેસક્યું કરી નદી ના પટ મા છોડી મુકાઈ…

પાટણ તા. 21 નગર પાલિકા વિસ્તારમાં આવતા હાશાપુર ની...

પાટણની કે. કે. ગલ્સૅ હાઈસ્કૂલ ખાતે ‘એક નવો પ્રયાસ – વર્ગ પુસ્તકાલય’ નો પ્રારંભ કરાયો..

પાટણ તા. 3 પાટણ શહેરની એકમાત્ર શ્રીમતી કેસરબાઈ કિલાચંદ...

વડાપ્રધાનના મહેસાણા જિલ્લામાં આગમન ને લઇ બહુચરાજી મંદિરમાં મહાઆરતી કરાઈ..

પાટણ તા. 30ગુજરાત ના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન...