google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના સેવાભાવી પરિવાર દ્રારા રામનગર વિસ્તારની પાંચ આંગણવાડી ના ૧૫૦ બાળકોને એક જોડી કપડાં સાથે શૈક્ષણિક કીટ નું વિતરણ કરાયું..

Date:

પાટણ તા. ૨૮
પાટણ શહેરના જાણીતા સેવાભાવી યુવા અગ્રણી કિશનભાઇ રાજેન્દ્રભાઈ પટેલ અને તેમના ધર્મ પત્ની વૈભવીબેન કિશનભાઇ પટેલ પરિવાર દ્વારા કેનેડા સ્થિત તેઓની બહેન દીપાબેન ની સુપુત્રી ચિ.બ્રીષ્ટિ નું તાજેતરમાં બ્રેન ટ્યુમર ના કારણે આકસ્મિક મોત નીપજતા તેના આત્માની શાંતિ અર્થે ગુરૂવારના રોજ પાટણ શહેરના રામનગર વિસ્તારમાં આવેલી પાંચ આંગણ વાડીના 150 થી વધુ બાળકોને એક જોડી કપડાં અને શૈક્ષણિક કીટ વિતરણ નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

આ સેવાકીય કાર્યમાં વૈભવીબેન કિશનભાઇ પટેલ પરિવાર સહિત પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોર ભાઈ મહેશ્વરી, વિસ્તારના કોર્પોરેટર જયેશભાઈ પટેલ,ગુંગડી પાર્ટી સેવા સહકારી મંડળીના પ્રમુખ મહેન્દ્ર ભાઈ પટેલ સરપંચ, અશોક ભાઈ પટેલ, આઈસીડીએસ ના ઉર્મિલાબેન પટેલ, સુપરવાઇઝર નયનાબેન સહિત આંગણવાડીની બહેનો એ ઉપસ્થિત રહી બાળકોને કપડાની જોડી તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરી સ્વર્ગસ્થ બ્રીષ્ટી ના આત્માની શાંતિ માટે કામના વ્યકત કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરમાં શ્રી ત્રિવેદી ઇન્ટરનેશનલ કુરિયર એન્ડ કાર્ગો પરદેશ પાર્સલ સુવિધા નો પ્રારંભ કરાયો..

વિદેશમાં રહેતા પરિવારજનો અને અભ્યાસ અર્થે વિદેશ ગયેલા વિદ્યાર્થીઓ...