પાટણ તા. ૧૨
જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક શુક્રવારે જિલ્લા કલેકટર ના અધ્યક્ષ પદે યોજાઈ હતી.જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠક માં ફુડ એન્ડ ડ્રગ્સની કામગીરીની સમીક્ષા,એન.એફ.એસ.એ. આધાર સીડીંગ તથા બેંક એકાઉન્ટની કામગીરી સમીક્ષા,અગ્રતા ધરાવતા કુટુંબોની યાદીમાં સમાવેશ,
અગ્રતા ધરાવતા કુટુંબોની યાદીમાંથી નામ કમી,નવીન વાજબી ભાવની દુકાનો મંજુર કરવા અંગેની અરજીઓની સમીક્ષા, માહે.ડીસેમ્બર. 2023 ના માસમાં આચીવના જથ્થાના વિતરણ અંગેની સમીક્ષા, માહે.જાન્યુઆરી.2024ના માસમાં આચીવના જથ્થાના વાજબી ભાવની દુકાનના સંચાલકો દ્વારા ચલણ જનરેટ તથા નાણાં ભરવા અંગની વિગતોની સમીક્ષા, તેમજ વાજબી ભાવની દુકાનના ઈ-પ્રોફાઈલ અંગેની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, પુરવઠા અધિકારી ડી.એસ.નિનામા, નગરપાલિકા પ્રમુખ હિરલ.એ.પરમાર, તોલમાપના અધ્યક્ષ, તેમજ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી