google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

૧૧ માચૅ થી શરૂ થનાર ધો. ૧૦ અને ૧૨ ની પરિક્ષાઓ ની તમામતૈયારીઓ પૂર્ણ કરાઈ..

Date:

પાટણ તા. ૮
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા માર્ચ ૨૦૨૪ ની ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરાવી દેવામાં આવી છે. આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે વહીવટી તંત્ર પણ સંપૂર્ણ રીતે કાર્યક્ષમ બન્યું છે.પરિક્ષા દરમ્યાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ને પહોંચી વળવા પોલીસ તંત્ર સાથે તેમજ વીજ પુરવઠો બાધિત ના થાય તે માટે યુ જી સી વી એલ કંપની સહિત આરોગ્ય તેમજ એસટી માટેની તમામ સગવડો પરિપૂર્ણ કરવા બેઠક યોજી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.અગામી ૧૧મી માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે.જેમાં પાટણ જિલ્લામાં ધોરણ ૧૦માં ૧૮,૪૯૪ વિદ્યાર્થીઓ નોંધાયા છે, જ્યારે સામાન્ય પ્રવાહ ધોરણ ૧૨માં ૧૦૦૨૬ અને વિજ્ઞાન પ્રવાહમાં ૨૦૪૩ વિદ્યાર્થીઓ નોંધાયા છે. પરીક્ષાની તૈયારીના ભાગરૂપે જો વાત કરી તે પરીક્ષા કેન્દ્રની આ વખતે તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવીથી ૧૦૦% સજ્જ બન્યા છે. ધોરણ ૧૦ની પરીક્ષા હારીજ ઝોન અને પાટણ એમ બે ઝોનમાં યોજાશે.ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહનું તમામ મૉનિટરિંગ પાટણ
માં કરવામાં આવશે.

જયારે જિલ્લા શિક્ષણાધિકારી કચરી હારીજ ખાતે ધોરણ ૧૦ ની મોનિટરિંગ થશે. ધોરણ ૧૦ ના ૧૮,૪૯૪ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્રની સંખ્યા ટોટલ ૨૨ છે બિલ્ડીંગ ૬૭ છે અને બ્લોક ૬૫૫ છે જયારે બિલ્ડીંગ કંડકટરની સંખ્યા ૬૭ છે જોનલ અધિકારી સંખ્યા ૨ મદદનીશ અધિકારી સંખ્યા છે. વહીવટીય મદદનીશ અધિકારી સંખ્યા ૧૦ તેમજ સરકારી પ્રતિનિધિની સંખ્યા ૬૭ થઈ આમ ૧૦૦ થી વધુ કર્મચારીઓ ધોરણ ૧૦ ની પરીક્ષા ની કામગીરીમાં જોતરાયા છે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની વાત કરીએ તો ૧૦,૦૨૬ વિદ્યાર્થી ઓમાં પરીક્ષા કેન્દ્રની સંખ્યા ૧૩ પરીક્ષા બિલ્ડીંગની સંખ્યા ૩૨ પરીક્ષા બ્લોકની સંખ્યા ૩૩૫ બિલ્ડીંગ કંડકટરની સંખ્યા ૩૨ જનરલ અધિકારીની સંખ્યા એક મદદનીશ અધિકારી ત્રણ વહી વટી મદદનીશ અધિકારી છે. સરકારી પ્રતિનિધિ ૩૨ આ અધિકારીઓ સામાન્ય પ્રવાહ ધોરણ ૧૨ માં ફરજ બજાવશે. જ્યારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા કેન્દ્રની સંખ્યા ચાર અને બિલ્ડિંગની સંખ્યા ૧૦ છે.

બ્લોકની સંખ્યા ૧૦૪ બિલ્ડીંગ કંડકટરની સંખ્યા ૧૦માં કુલ ૨૦૫૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, એમાં અધિકારીની સંખ્યા એક મદદનીશ અધિકારીઓની સંખ્યા ત્રણ વહીવટી મદદનીશની સંખ્યા ૬ સરકારી પદ્ધતિની સંખ્યા ૧૦ નોંધાય છે. એસએસસી ઝોન ૨૪ પાટણ ટૉટલ પાટણ જિલ્લામાં ૧૨ કેન્દ્ર ઉપર ૩૬ બિલ્ડિંગમાં ૩૮૦ બ્લોકમાં ૧૦૬૯૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૪ માં જે વિદ્યાર્થી ઓ ધોરણ ૧૦ અને ૧૨ માં નોંધાય છે એમાં આ વખતે સંખ્યામાં ઘટાડો નોંધાયો છે

આ વખતે ધોરણ ૧૦ માં ૨૦૦૬ વિદ્યાર્થીઓ ઘટયા છે જયારે ધોરણ ૧૨ માં ૨૪૦૦ જેટલા સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઘટયા છે. પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે અને પરીક્ષાર્થીઓ તૈયારી સારી રીતે કરી શકે તેના માટે કાઉન્સિલિંગની વ્યવસ્થા થઈ છે તેમ જ પ્રશ્નોત્તરી પણ યોજવામાં આવી હતી. તેમજ તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું. હાલ વિદ્યાર્થી ઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપે તે માટેની વહીવટીતંત્ર દ્વારા પહેલ કરવામાં આવી છે. એસએસસી ઝોનલ કચેરી અને જનરલ અધિકારી તરીકે અનિષાબેન એમ પ્રજાપતિ પાટણ ખાતે ફરજ નિભાવશે અને હારીજ ખાતે વિપુલભાઈ સથવારા મોડેલ સ્કૂલ હારીજમાં ફરજ બજાવશે એચએસસી ઝોનલ કચેરી અને અધિકારી ડોકટર મધુબેન એમ દેસાઈ સમગ્ર એચએસસી પરીક્ષામાં ફરજ બજાવશે તેવું સુત્રોએ  જણાવ્યું  હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે એકેડેમિક કાઉન્સિલ ની બેઠક મળી.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે એકેડેમિક કાઉન્સિલ ની બેઠક મળી. ~ #369News

અંડર બ્રિજમાં ભરાતા વરસાદી પાણીની સમસ્યાને લઈને સોજીત્રા અને ગંગેટના ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું…

અંડર બ્રિજમાં ભરાતા વરસાદી પાણીની સમસ્યાને લઈને સોજીત્રા અને ગંગેટના ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું… ~ #369News

સિદ્ધપુર ખાતે તાલુકા કક્ષાનો “મેરી મિટ્ટી, મેરા દેશ” કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો…

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતની અધ્યક્ષતામાં પવિત્ર માટીના કળશનો સ્વિકાર...