ઉંધીયુ,જલેબી,ફાફડા ની ખરીદી માટે સ્ટોલો ઉપર વહેલી સવારથી લાંબી લાઈનો જોવા મળી..
પાટણ તા. ૧૬
ભારતીય સંસ્કૃતિમાં ઉજવાતા વિવિધ ધાર્મિક તહેવારો અને ઉત્સવો સાથે કોઈ ખાસ ચીજ વસ્તુઓ આરોગવાનું એક વિશેષ મહત્વ રહેલુ છે. જેમ કે દિવાળીમાં મીઠાઈ, દશેરામાં ફાફડા જલેબી, હોળીમાં ધાણી ખજુર તો ઉત્તરાયણ પર્વમાં ઉંધીયું, ફાફડા અને જલેબી ખાવાની પરંપરા રહી છે.
પાટણ મા ચાલુ વર્ષે ઉત્તરાયણ પર્વનાં દિવસે પાટણ વાસીઓએ અંદાજે 5 હજાર કિલો ઉધીયુ, 800 કિલો ફાફડા અને 1500 કિલો જલેબી ની મિજબાની માણી હોવાનું પાટણના પ્રવિણ મિઠાઈ ઘરવાળા મૌલિક ભાઈ સુખડીયાએ જણાવ્યું હતું.
ચાલું સાલે મોંધવારી ના કારણે ગત વષૅ કરતાં ઉધીયુ, જલેબી અને ફાફડા ના ભાવમાં 15 થી 20 ℅ જેટલો વધારો રહેતા ઉધીયુ કિલો ના રૂ. 200 થી રૂ. 280, ફાફડા કિલો રૂ. 300 થી રૂ. 400 અને જલેબી કિલો રૂ.200 થી 400 રૂ. નો ભાવ રહ્યો હતો.
પાટણ ની ખાણીપીણી ની સ્વાદ પ્રેમી પ્રજાએ મકરસંક્રાંતિ એ પંતગો ઉડાડવાની મજા સાથે સાથે ફાફડા જલેબી અને ઉંધીયા મિજબાની પણ મનભરીને માણી હતી.
અહેવાલ યશપાલ સ્વામી