પાટણ તા. ૧૬
સમગ્ર ગુજરાતમાં એક માત્ર નારાયણ ભગવાનનું મંદિર પાટણ શહેરના સાલવી વાડામાં આવેલું છે.જ્યાં દર ઉત્તરાયણના દિવસે ભગવાન નારાયણને ઘીના વાઘા પહેરાવામાં આવે છે.ત્યારે આવર્ષે પણ ભગવાન નારાયણને 4 કિલો ઘી માંથી તૈયાર કરવામાં આવેલ વાઘા પહેરાવવામાં આવ્યાં હતા.
જેના દર્શન માટે મોટી સંખ્યામાં પાટણ ની ધમૅ પ્રેમી જનતાએ ઉમટી દશૅન નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ઐતિહાસિક નગર પાટણમાં શિવ મંદિરો અને જૈન મંદિરોનો સુવર્ણ ઈતિહાસ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં એકમાત્ર નારાયણ ભગવાનનું મંદિર પાટણ શહેરના સાલવી વડામાં આવેલું છે.
જ્યાં ઉત્તરાયણના દિવસે પરંપરાગત ભગવાન ને ઘીના વાઘા પહેરાવવામાં આવે છે.ચાલુ વર્ષે પણ અંદાજે 4 કિલો ચોખા ઘીનો ઉપયોગ કરી ભગવાનના વાઘા બનાવવામાં આવ્યા હતા.જેના દર્શન માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટયા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી