ઉત્તરવહી ટેન્ડર મામલે અરજદારની અરજી ને લઇ કોકડું ગૂંચવાણુ..
ટૂંક સમયમાં ઉત્તરવહી ટેન્ડર મામલે યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેનું પરિણામ વિદ્યાર્થીઓને ભોગવવુ પડે તેવી શક્યતાઓ..
પાટણ હેમચંદ્રાચાર્ય ઉ. ગુ. યુનિવર્સિટીમાં પ્રવેશ, પરીક્ષા અને પરિણામ ત્રણેય મહત્વની બાબતોમાં છેલ્લા 4 વર્ષથી વિવિધ આક્ષેપો ઉઠતા નવા વિવાદો સર્જાઇ રહ્યા છે. ત્યારે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે ઉત્તરવહીની ખરીદી માટે કરવામાં આવેલ ટેન્ડર પ્રક્રિયામાં એક અરજદાર દ્વારા ગેરરેતીના આક્ષેપો સાથે વાંધા અરજી આપતા છેલ્લા ચાર મહિનાથી ટેન્ડર ની પ્રક્રિયા ખોરંભે ચડી છે.
આગામી ઓક્ટોબર મહિનામાં છાત્રોની પરીક્ષા લેવામાં આવનાર હોય જો ગણતરીના દિવસોમાં ટેન્ડર ની પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તો છાત્રોની પરીક્ષા લેવામાં મોટી મુશ્કેલી ઊભી થતા વિદ્યાર્થીઓને તેનો ભોગ બનવાનો વારો આવે તેવી શક્યતા પ્રબળ બની છે.
યુનિવર્સિટી દ્વારા ફેબ્રુઆરી મહિનાના અંતમાં 45 લાખ ઉત્તરવહી, 90 લાખ પુરવણીઓ અને એક કરોડથી વધુ સ્ટીકરો માટે અંદાજે અઢી કરોડથી વધુની રકમનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં શરતો અનુસંધાન વિવિધ એજન્સીઓ દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યા હતા. ટેન્ડરની ચકાસણી માટે ટેકનીકલ બીટ ચકાસણી કમિટી દ્વારા લાયકાત વાળા એજન્સીઓની શોર્ટ લિસ્ટ કરી શરતો અનુસંધાન માન્ય ના હોય તેવા એજન્સીઓના ટેન્ડર અમાન્ય કરવામાં આવ્યા હતા.
જોકે પ્રાઈઝ માટે ટેન્ડર ખોલાય તે પૂર્વે ઍક અરજદાર દ્વારા પ્રિન્ટિંગ અને છાપકામની કામગીરી માટે આપવામાં આવનાર ટેન્ડરની પ્રક્રિયામાં અનેક ગેરરીતિઓ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે યુનિવર્સિટી મા વાંધા અરજી કરવામાં આવી હતી. જે વાંધા અરજી અનુસંધાન કુદરતી ન્યાનના સિદ્ધાંત મુજબ અરજદાર અને જેમના આક્ષેપ થનાર એજન્સીના નિવેદનો લઈ કમિટી દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
પરંતુ સમગ્ર પ્રક્રિયા વાંધા અરજીના કારણે હાલમાં વિવાદમાં આવતા ચાર મહિનાનો સમય વીત્યો હોવા છતાં પણ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થવા પામી ના હોય જેના કારણે યુનિવર્સિટી ઉત્તરવહીનો ઓર્ડર આપી શકી નથી. પરીક્ષા પૂર્વે હવે ગણતરીના બે મહિના બાકી હોય લાખો ઉત્તરવહીઓ પ્રિન્ટિંગ માટે ઓર્ડર આપવાની હોય જો સમય મર્યાદામાં ઉત્તરવહીઓ પ્રિન્ટ થઈને યુનિવર્સિટીને મળશે નહીં તો છાત્રોની પરીક્ષા લેવામાં મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે. તો આ અંગે આગામી તા. 8 ઓગસ્ટે કારોબારીમાં આ મામલો મૂકી ટેન્ડર અંગે નિર્ણય લેવાશે તેવુંકમિટીના સભ્ય સચિવ અને યુનિવર્સિટી પરીક્ષા નિયામકે જણાવ્યુ હતું.
ટેન્ડર અંગે આવેલ વાંધા અરજી કરનાર અરજદાર તેમજ સામા પક્ષે બંને ના નિવેદનો લેવામાં આવ્યાં છે. સમગ્ર ટેન્ડરની પ્રક્રિયા પારદર્શક અને નિયમ મુજબ કમિટી બનાવીને કરવામાં આવી રહી છે. વાંધા અરજી અંગે નિવેદનો તેમજ સમગ્ર પ્રક્રિયાનો રિપોર્ટ આગામી કારોબારીમાં મૂકવામાં આવનાર છે. જેમાં ટેન્ડર અંગેનો નિર્ણય લેવાશે.
એક સેમની પરીક્ષામાં 10 થી 15 લાખ ઉત્તરવહીની જરૂર હોય યુનિવર્સિટી દ્વારા માર્ચ જુન અને ઓક્ટોબર ડિસેમ્બરની બે પરીક્ષાઓ વર્ષ દરમિયાન લેવાય છે જેમાં એક પરીક્ષા દરમિયાન અંદાજે 10 થી 15 લાખ ઉત્તરવહીની જરૂર પડે છે. હાલમાં યુનિવર્સિટી પાસે માત્ર એક લાખ ઉત્તરવહીનો જ સ્ટોક હોય જો ઓક્ટોબર મહિનાની પરીક્ષા પૂર્વે નવી ઉત્તરવહીઓ ખરીદવા માં નહિ આવે તો યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવી મુશ્કેલ બનશે અને તેનું પરિણામ વિધાર્થીઓને ભોગવવાનો વારો આવશે ત્યારે ઉત્તરવહી મામલે યોગ્ય નિરાકરણ આવે તે જરૂરી બન્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી