fbpx

પાટણ વાલ્મિકી સમાજના પ્રથમ સમૂહ લગ્નમાં ઉદાર હાથે સખાવત અપૅણ કરી સહભાગી બનતાં ડો. વ્યોમેશ શાહ..

Date:

પાટણ તા. ૧૮
પાટણ શહેર વાલ્મિકી સમાજ દ્વારા પ્રથમ વખત સમાજની 11 દીકરીઓના સમૂહ લગ્નોત્સવ નું આયોજન આગામી તા. 24 ફેબ્રુઆરી ના રોજ કરવામાં આવ્યું છે.શ્રી વાલ્મિકી સમાજ પાટણ દ્વારા સૌ પ્રથમવાર આયોજિત કરાયેલા આ સમૂહ લગ્નોત્સવ ને સફળ બનાવવા પાટણ વાલ્મિકી સમાજ સેવા વિકાસ મંડળ અને શ્રી જાહેર વિકાસ ટ્રસ્ટ ના કાર્યકર્તાઓ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે અને સમાજના આગેવાનો સમાજની 11 દીકરીઓને સમુહ લગ્ન દરમિયાન સારું કરિયાવર મળે તે માટે દાતા પરિવારો નો સંપર્ક કરી સખાવત એકત્ર કરી રહ્યા છે.

ત્યારે પાટણ શહેર ના સુભદ્રા નગરમાં આવેલી અવની હોસ્પિટલના જાણીતા સેવાભાવી તબીબ ડોક્ટર વ્યોમેશ શાહની વાલ્મિકી સમાજના આગેવાનોએ મુલાકાત લઈ વાલ્મીકિ સમાજના પ્રથમ સમૂહ લગ્ન ના આયોજનમાં સહભાગી બનવા અપીલ કરતાં ડોક્ટર વ્યોમેશ શાહ દ્વારા ઉદાર હાથે વાલ્મિકી સમાજના આગેવાનોને સખાવત અર્પણ કરતા વાલ્મિકી સમાજના આગેવાનોએ ડોક્ટર વ્યોમેશભાઈ શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રી પરશુરામ કો – ઓપ. ક્રેડિટ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા મળી…

સો ટકા લોન ધારકો પાસેની વસુલાતને સૌએ સરાહનીય લેખાવી… પાટણ...

સૂર્યનારાયણ ની ગરમી એ પાટણ નગર પાલિકા દ્વારા બનાવાયેલા રોડના કામના ભ્રષ્ટાચારની પોલ ખોલી…

શહેરના હિંગળાચાચરથી બગવાડા દરવાજા સુધી નવીન બનાવેલ રોડમાં ભ્રષ્ટાચાર...