fbpx

પાટણ કલેકટર સહિત અધિકારીઓ ની ટીમે પાટણની ઐતિહાસિક ધરોહરો ની મુલાકાત લીધી..

Date:

પાટણ તા. ૧૮
પાટણ જીલ્લા કલેક્ટર સહિત અધિકારીઓની ટીમે પાટણ શહેરના વિવિધ વિસ્તારોની શુભેચ્છા મુલાકાત સાથે શહેરના ઐતિહાસિક દરવાજાઓ અને પૌરાણિક મંદિરો,જૈન જ્ઞાન મંદિર ની માહિતી મેળવી જરૂરી સુચન સાથે વિવિધ વિભાગના અધિકારીઓ ને આ ઐતિહાસિક ધરોહરની ઐતિહાસિકતા જાળવવા સુચનો કર્યાં હતા.

પાટણ કલેકટર અરવિંદ વિજયન, આર.એ.સી બી. એસ. પટેલ, પ્રાંત અધિકારી મિતુલ પટેલ, જીલ્લા રમતગમત અધિકારી નરેશ ચૌધરી સહિતના ઓએ ઐતિહાસીક નગરી પાટણના કિલ્લાની તેમજ દરવાજાઓની મુલાકાત દરમ્યાન પાટણનું ઐતિહાસીક મહત્વ ગહનતાથી સમઝવા માટે અને પાટણ શહેરના પ્રવાસન થકી વિકાસ માટે ઐતિહાસીક મહત્વ ધરાવતા પૌરાણિક મંદિરો અને ઐતિહાસીક સ્થાનોની અભ્યાસ પુર્ણ મુલાકાત લીધી હતી.

અને જર્જરીત થયેલ પુરાતન કિલ્લાઓ, સ્મારકો વિશે જાણકારી મેળવી હતી અને જ્યાં જ્યાં જરૂરી જણાય તેની નોંધો કરી હતી અને તમામ લાગતા વળગતા અધિકારી ઓને સુચનો કર્યાં હતાં. પાટણનાં ઐતિહાસીક સ્થાનોમાં કલેક્ટરે અધિકારીઓની ટીમ સાથે ફાટીપાળ દરવાજા, અઘારા દરવાજા અને આ કિલ્લાની રંગો, બુરજી અને દિવાલોની જાત તપાસ કરી હતી અને તેની ઉપર થયેલા દબાણો અને પૌરાણીક સ્મારકો ને થયેલ નુકસાન ની નોંધ કરી હતી અને તેની દુરસ્તી કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા સુચનો કર્યાં હતાં.

ઐતિહાસીક પાટણ શહેર જૈન તીર્થ તરીકે આગવું સ્થાન અને મહત્વ ધરાવે છે તેન ધ્યાનમાં રાખીને જૈન જીનાલય પંચાસરા અને હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિરની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન જ્ઞાન ભંડારનો સમૃદ્ધ વારસો જોઈ ને પાટણ જીલ્લા કલેક્ટર અને તમામ અધિકારીઓ પાટણના ઐતિહા સિક ધરોહર પ્રત્યે અભીભુત થયાં હતાં.જૈન પંચનો પાટણમાં ઉદભવ અને વિકાસની તલસ્પર્શી તમામ માહીતી પાટણના ટેક્ષ પ્રેક્ટીશ્નર યતીન ભાઈ શાહે આપી હતી.જયારે પાટણના ઈતિહાસ ની ઝીણામાં ઝીણી માહીતી અને તથ્યો વિશે ડૉ. આશુતોષ પાઠકે માહીતી આપી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના જંગરાલ જીઈબી અને જેટકો દ્રારા ઉતરાયણ પવૅ ને લઇ જાગૃતિ રેલી યોજાઈ..

રેલીમાં જોડાયેલા શાળાના બાળકો ને સ્વાસ્થ્ય વધૅક ગોળ માથી...

સમગ્ર ભારતમાં પત્રકારોના અગ્રેસર સંગઠન એવા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની પાટણ ખાતે બેઠક મળી..

સમગ્ર ભારતમાં પત્રકારોના અગ્રેસર સંગઠન એવા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની પાટણ ખાતે બેઠક મળી.. ~ #369News