fbpx

બાગાયત ખાતાની વર્ષ 2024-25 માટેની નવી યોજનાઓ નો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું…

Date:

પાટણ તા. ૧૪
બાગાયત ખાતાની વર્ષ 2024-25 માં નવી ત્રણ યોજનાઓ અમલમાં મુકેલ છે. જેમાં શાકભાજી પાકોમાં પ્રાકૃત્તિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના, ફળપાકોના જુના બગીચાઓને નવસર્જન કરવા માટેની યોજના તથા પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમની નવી ત્રણ યોજનાઓ નવી મંજુર થયેલ હોઇ, તેની અરજીઓ મેળવવા આઇ-ખેડુત પોર્ટલ શનિવારે તા.14 જુન થી તા.13 ઓગસ્ટ સુધી ખુલ્લું મુકવાનું નક્કી થયેલ છે. તેથી જિલ્લાના તમામ પ્રકારના ખેડુતોને ઓન લાઇન અરજી કરવી.

અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી નિયત જગ્યાએ ખેડુતે સહી / અંગુઠાનું નિશાન કરી નિયત સમયમાં જરૂરી સાધનિક કાગળો જેવાકે, 7-12, 8-અ ના નવા ઉતારા, IFSC કોડવાળી રાષ્ટ્રીય કૃત્ત બેન્ક પાસબુક ની નકલ કે કેન્સલ ચેક, આધારકાર્ડની નકલ, અનુસુચિત જાતિના ખેડુતોને જાતિ અંગેનું પ્રમાણપત્રની નકલ તેની પાછળ બિડાણ કરી નિયત સમયમાં કચેરીના કામકાજના દિવસે નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નંબર-335-36, ત્રીજો માળ, તિરૂપતી માર્કેટ, બગવાડા દરવાજા, પાટણ ખાતે સમય મર્યાદા માં જમા કરવા માટે નાયબ બાગાયત નિયામકની કચેરીના સુત્રોએ જણાવ્યું હતું. જિલ્લામાં અમલી સરકાર દ્રારા પુરસ્કૃત્ત યોજનામાં અમલી ઘટકોના લક્ષ્યાંક મુજબ સરકારના નિયમાનુસાર ખેડૂતોને લાભ આપવામાં આવશે તેવું પણ જણાવ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સીનીયર સીટીઝન કાઉન્સિલ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા. ૧૫પાટણ સીનીયર સીટીઝન કાઉન્સિલ દ્વારા જિલ્લા સમાજ...