ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ લોકસભા ચૂંટણી કાર્યાલયનો કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા શુભારંભ કરાયો..
પાટણ તા. ૨૩
આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોની ઘોષણા કર્યા વિના લોકસભા ચૂંટણી ના કાર્યાલયો ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો ઉપર ભાજપના નેતા જે.પી.નડ્ડા દ્વારા મંગળવારના રોજ ગાંધીનગરથી કરવામાં આવ્યો હતો.ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સમગ્ર ગુજરાત લોકસભા બેઠકો ઉપર આયોજિત કરાયેલા ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન ને લઈને પાટણ લોકસભા ચૂંટણી કાર્યાલય નો પણ મંગળવારે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ લોકસભા બેઠકના ચૂંટણી કાર્યાલયના શુભારંભ પ્રસંગે આયોજિત કરાયેલા કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત રહેલા કેબિનેટ મંત્રીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીના ઉમેદવારોની ઘોષણા કર્યા વિના લોકસભા ચૂંટણી કાર્યાલય ઉદ્ઘાટન કરનારી વિશ્વની કોઈ રાજકીય પાર્ટી હોય તો તે ભારતીય જનતા પાર્ટી હોવાનું જણાવી ભારતીય જનતા પાર્ટી એ સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાની સાથે ભાજપ સરકારે જે યોજનાઓ બનાવી તે યોજનાઓ ને સાથૅક કરી બતાવી છે.
દેશના વડાપ્રધાન પણ કહેતાં હોય કે ભારત દેશ વિશ્વ ગુરૂ બનવા જઈ રહ્યો છે આજે ઈકોનોમી ની દ્રષ્ટિએ ભારત પાચમા સ્થાને છે જે આગામી વર્ષોમાં ત્રીજા નંબરે પહોંચશે ત્યારે આગામી લોકસભાની પાટણ બેઠક સહિત ગુજરાત તમામ 26 બેઠકો ઉપર ભાજપના ઉમેદવાર ને 5 લાખ થી વધુ મતોની લીડ સાથે વિજય બનાવવા આહવાન કરી ચુટણી લક્ષી કામગીરીમાં જોડાઈ જવા અપીલ કરી હતી. પાટણ લોકસભા ચૂંટણી કાર્યાલયના શુભારંભ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથ ઠાકોર, પાટણ લોકસભા બેઠકના પ્રભારી અશોકભાઈ જોશી,જિલ્લાના પ્રભારી જગદીશભાઈ પટેલ,પાટણ સાંસદ ભરતસિંહ જી ડાભી,રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, ધારાસભ્ય લવિંગજી,પૂર્વમંત્રી દિલીપ ઠાકોર, રણછોડ ભાઈ દેસાઈ,જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર સહિત ભાજપના આગેવાનો, કાયૅકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી