fbpx

યુનિવર્સિટી ના રસાયણ શાસ્ત્ર વિભાગ દ્વારા આચાર્ય પ્રફુલ્લચંન્દ્રરે ની જન્મ જયંતી નિમિત્તે ચાર દિવસીય કાર્યક્રમ યોજાયો..

Date:

પાટણ તા. 2
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા આઈસીસી પ્રોત્સાહન થકી આચાર્ય પ્રફુલ્લચંદ્ર રે ની જન્મજયંતી પર્વની ઉજવણી ના ઉપલક્ષ્મા ૪ દિવસીય વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યાં હતાં ત્યારે શુક્રવારે કાર્યક્રમમાં અંતિમ દિવસે યુનિવર્સિટીના કુલપતિ સહિતના મહાનુભાવોઉપસ્થિતિ રહ્યા હતા.

આચાર્ય પ્રફુલચંદ્ર રે ના જન્મ જયંતી પ્રસંગ આયોજિત કરાયેલા ચાર દિવસીય કાર્યક્રમનો પ્રારંભ તા. ૩૦/ ૭/ ૨૦૨૪ ના રોજ ઓનલાઈન ક્વિઝ સ્પર્ધાથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તા. ૩૧ ના રોજ તેમના જીવન ચરિત્ર પર નિબંધ લેખન તા.૧ ના રોજ વકૃત્વસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જયારે કાર્યક્રમ ના શુક્રવારે સમાપન પ્રસંગે પ્રોફે.એમ.એન.પટેલ રસાયણ શાસ્ત્ર વિભાગ અઘ્યક્ષ,એસ.પી. યુનિવર્સિટી નું વ્યાખ્યાન રાખવામા આવ્યું હતું,

આ પ્રસંગે પ્રોફે.ડૉ. કે.સી. પટેલ એસ.પી.યુનિવર્સિટી, પ્રો. કુલપતિ ડો. કે. સી. પોરીયા, રજિસ્ટ્રાર ડૉ. આર. એન દેસાઈ તેમજ રસાયણ શાસ્ત્ર વિભાગ અઘ્યક્ષ પ્રોફે.સંગીતાબેન શર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.રસાયણ શાસ્ત્ર વિભાગ ખાતે આયોજિત ચાર દિવસીય કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રોફે.કોકિલાબેન પરમાર , ડૉ હરિભાઈ ચૌધરી તેમજ અન્ય પ્રધ્યાપાકોએ જહેમત ઉઠાવી હતી.

કાર્યક્ર્મ નું આરતીબેન પ્રજાપતિએ એન્કરિંગ કર્યું હતું.આ કાર્યક્રમમાં હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનીવર્સીટી સંલગ્ન વિવિઘ કોલેજો ના વિદ્યાર્થીઓ પણ સહભાગી બન્યા હતાં.કાર્યક્ર્મ માં ભાગ લેનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા પંચાયત કચેરી દ્વારા વિદાય અને આવકાર સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો..

પાટણ જિલ્લા પંચાયત કચેરી દ્વારા વિદાય અને આવકાર સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો.. ~ #369News

પાટણમાં 141મી રથયાત્રા નિમિત્તે શામળિયાની શહેર પરિક્રમા માં લાખો ભક્તો જોડાયા.

પાટણ તા. 21પાટણ શહેરમાં અષાઢી બીજના પાવન પ્રસંગે ભગવાન...

પાટણના રેલવે ગરનાળા નજીક બાઈક ચાલક રખડતા ઢોર સાથે અથડાતા ગંભીર ઈજાઓ પહોંચી..

પાટણના રેલવે ગરનાળા નજીક બાઈક ચાલક રખડતા ઢોર સાથે અથડાતા ગંભીર ઈજાઓ પહોંચી.. ~ #369News