fbpx

અગરિયા પરિવારોને ઠંડી મા ધાબળા વિતરણ કરી હુંફ આપતું શંખેશ્વર નું શ્રી જનમંગલ સેવા ટ્રસ્ટ અને સદભાવ ફાઉન્ડેશન….

Date:

પાટણ તા. ૨૪
પાટણના વઢીયાર પંથકમાં જરૂરિયાતમંદ પરિવારને હંમેશા મદદરૂપ બનવાની ભાવના સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી શંખેશ્વર ના શ્રી જનમંગલ સેવા ટ્રસ્ટ પરિવાર અને સદભાવ ફાઉન્ડેશન દ્વારા પંથક ના અગરિયા પરિવારોને શિયાળાની ઠંડીમાં ધાબળા ઓનું વિતરણ કરી હુંફ આપવાનું ઉમદા કાયૅ કયુઁ છે.

શંખેશ્વરના શ્રી જનમંગલ સેવા ટ્રસ્ટ પરિવાર ના સેવાના ભેખધારી સંસ્થાપક શ્રીમતી જિજ્ઞાબેન શેઠ અને સદભાવ ફાઉન્ડેશનના શ્રીમતી નીતાબેન દોશી પંથકના જરૂરિયાત મંદ પરિવારોની જરૂરિયાત ને ધ્યાન માં રાખીને અવાર નવાર વિવિધ સેવાકીય પ્રવૃતિઓ થકી મદદરૂપ બની રહ્યા છે ત્યારે શિયાળામાં પંથક ના અગરીયા પરિવારના 500 થી વધુ લોકો ને શિયાળાની કડકડતી ઠંડી મા રક્ષણ મળી રહે તેવી ભાવના સાથે ગરમ ધાબળાઓનું નિ: શુલ્ક વિતરણ કરી હુંફ પુરી પાડતા અગરીયા પરિવારોએ પંથકની બન્ને સેવા ભાવી સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

જનમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના જિજ્ઞાબેન શેઠ અને સદભાવ ફાઉન્ડેશન ના નીતાબેન દોશીને ઈશ્વરે કેટલાક વ્યક્તિત્વ સમાજ માટે નિર્માણ કરેલ હોય જે ધૂપસળીની માફક મહેકતું એમનું જીવન હજારો લોકો ને પ્રેરણા આપે છે.સેવાનો ઉદય પરિવારના સંસ્કારમાંથી થતો હોય છે.જિજ્ઞાબેન શેઠ અને નીતાબેન દોશીના જીવનમાં એમનાં મમ્મી – પપ્પાનો અનન્ય પ્રભાવ રહ્યો છે.

મા-બાપના આશિષ થકી એમણે શંખેશ્વર જેવા વઢીયાર પંથકના લોકોને શિક્ષણ અને આરોગ્ય સેવા સાથે પંથકની મહિલાઓને કોમ્પયુટર, સિવણ, બ્યુટી પાલૅર ની તાલિમ આપી આત્મ નિભૅર બનાવવાનું કાયૅ કરી પોતાની ઉજ્જવળ નામના પ્રાપ્ત કરી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ખાતે દેવીપુજક સમાજના ધોરણ 10 અને 12 પાસ વિદ્યાર્થીઓ માટે ફ્રી માર્ગદર્શન સેમીનાર યોજાયો..

પાટણ ખાતે દેવીપુજક સમાજના ધોરણ 10 અને 12 પાસ વિદ્યાર્થીઓ માટે ફ્રી માર્ગદર્શન સેમીનાર યોજાયો.. ~ #369News

હારીજ પોલીસ સ્ટેશન ખાતે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ યોજતી હારીજ પોલીસ…

પાટણ તા. ૩૦હારીજ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુઝકો અપૅણ...