પાટણના તમામ તાલુકામાં સ્વસહાય જૂથોની બહેનોએ મતદાન જાગૃતિના શપથ લેવડાવ્યા..

પાટણ તા. ૨૫
પાટણ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા હાલમાં મતદાન માટે લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં 7 મેના રોજ મતદાનના દિવસે તમામ કામ પડતા મુકીને મતદાનને પ્રાધાન્ય આપવા નું કહેવામાં આવી રહ્યું છે.

મતદાન જાગૃતિના ભાગરૂપે પાટણ જિલ્લાની સ્વસહાય જૂથોની બહેનો દ્વારા પણ મહિલાઓને મતદાન કરવા અંગે પ્રેરિત કરવામાં આવી હતી.

જિલ્લાના સાંતલપુર, સિદ્ધપુર, પાટણ, સમી, તાલુકાના વિવિધ ગામોના સખી મંડળો દ્વારા મતદાન કરવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમજ અન્ય તાલુકાના ગામોમાં મીટીંગ અને રંગોળી કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના 148 સખી મંડળો (સ્વ સહાય જૂથો)ની 1202 જેટલી મહિલાઓ દ્વારા મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.