fbpx

સિદ્ધપુર ખાતે આયોજિત જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહ ની તૈયારીઓનું નિરીક્ષણ કરતાં જિલ્લા કલેક્ટર…

Date:

26મી જાન્યુઆરીના રોજ સિદ્ધપુર ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ નું રિહર્સલ કરાયું.

પાટણ તા. ૨૪
પાટણ જિલ્લાકક્ષાનો ધ્વજવંદન સમારોહ આ વર્ષે સિદ્ધપુર મુકામે યોજવા જઈ રહ્યો છે. જેની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પુરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે આરોગ્યમંત્રી ઋષીકેશભાઈ પટેલનાં હસ્તે ધ્વજવંદન થવાનું છે ત્યારે બુધવારે કાર્યક્રમની તૈયારીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

26 મી જાન્યુઆરીના મહાપર્વની ઉજવણીના પ્રસંગે ધ્વજવંદન, હર્ષ ધ્વની, રાષ્ટ્રગાન, માર્ચ પાસ્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. જેનું આજે પાટણ જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું.

આ રિહર્સલમાં નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ, તથા ભાગ લેનાર સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્રારા પાટણ
વાસીઓને પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં સહભાગી બનવા માટે અપીલ કરવામાં આવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

વિજાપુર સ્વામિનારાયણ સાયન્સ કોલેજમાં MSC સેમ-4 ની પ્રેક્ટીકલ પરીક્ષા મા 11 વિદ્યાર્થીઓ કોપી કેસ કરતા પકડાયા..

વિજાપુર સ્વામિનારાયણ સાયન્સ કોલેજમાં MSC સેમ-4 ની પ્રેક્ટીકલ પરીક્ષા મા 11 વિદ્યાર્થીઓ કોપી કેસ કરતા પકડાયા.. ~ #369News

એન્જોય ગ્રુપ દ્વારા આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ની તમામ ટ્રોફીના યજમાન બનતા ડો.V.M.શાહ…

એન્જોય ગ્રુપના સભ્યો દ્વારા ટ્રોફીના સ્પોન્સર બનનાર ડો.વી.એમ.શાહ નો...

યુનિવર્સિટીના નવા કુલપતિ ની નિમણૂક માટેની યુનિવર્સિટી દ્રારા પ્રક્રિયા હાથ ધરાઈ..

લાયકાત ધરાવતા ઉમેદવારો તા.19 ઓકટોબર સુધી અરજી કરી શકશે.. હાલ...

નવા વર્ષના આગમનેપાટણ આદિવાસી ભીલ સમાજ ના યુવાનો દ્વારા પોતાના ઇષ્ટદેવ બિરસા મુંડા ની પ્રતિમાની સફાઈ કરાઈ..

સમાજના યુવાનોએ દર રવિવારે પોતાના ઇષ્ટદેવની પ્રતિમાને સ્વચ્છ રાખવાના...