ઉપસ્થિત મહાનુભાવો એ સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝના જીવન સાથે કર્તવ્ય બોધ વિશે જાણકારી પ્રદાન કરી.
પાટણ તા. ૨૫
રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા શ્રી સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિત્તે ગુરૂવારે પાટણ તાલુકા કક્ષાનો કર્તવ્ય બોધ કાર્યક્રમ પાટણ ની રામનગર પ્રાથમિક શાળા ખાતેઆયોજિત કરવામાં આવ્યો હતો.કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવો ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી તમામ મહાનુભાવો નું પ્રાંત મહિલા મંત્રી ડો. હેમાંગીબેન પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત કરી આવકાયૉ હતા.
આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના જિલ્લાના બૌદ્ધિક પ્રવક્તા હાર્દિકભાઈ પટેલ તથા અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘ ના સચિવ અને પ્રાંતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ તથા બીટ કે.ની.ચંદ્રકાંતભાઈ ઠક્કર, જિલ્લા અધ્યક્ષ કલ્પેશભાઈ પટેલ સહિતનાઓએ કર્તવ્ય બોધ અંતર્ગત ખુબ સરસ વક્તવ્ય આપ્યું હતું
અને સુભાષબાબુ અને સ્વામી વિવેકાનંદ ના જીવન વિશે પ્રકાશ પાડી સાચા અર્થમાં કર્તવ્ય બોધ એટલે શું તેના વિશે સમજ આપવામાં આવી હતી.કતૅવ્ય બોધ કાર્યક્રમને એચ ટાટના પ્રમુખ શંકરભાઈ ચૌધરી તથા એચ ટાટ આચાર્યો,વાલીગણ, શિક્ષક મિત્રો એ ઉપસ્થિત રહી સફળ બનાવ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી