google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ શહેરના માર્ગો પર આખલાઓના શીંગડા યુદ્ધમાં કાર અને બાઈક ક્ષતિગ્રસ્ત બન્યા..

Date:

પાટણ તા. ૨૭
પાટણ શહેર સમગ્ર જિલ્લામાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે લોકો માટે અસહ્ય બની રહ્યો છે ત્યારે 26 જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણી દરમિયાન સિધ્ધપુર બિંદુ સરોવર પુલ પર રખડતા ઢોરોની અડફેટે ચડેલા કુમાર શાળા નં. 4 મા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શીતલબેન ઈજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ત્યારે શનિવારે શહેરના નવા એસટી ડેપો નજીક ખડકાયેલ ગંદકી ના ઢગ ના કારણે એકત્ર થયેલા રખડતાં ઢોર પૈકી બે આખલા વચ્ચે સિગડા યુધ્ધ જામતાં અફડા તફડી મચી જવા પામી હતી.તો આખલાઓનાં શિંગડા યુદ્ધનો શિકાર પાકૅ કરેલ કાર અને બાઈક બનતાં નુકસાન થવા પામ્યું હતું.

પાટણ શહેર સહિત જિલ્લામાં રખડતાં ઢોરો નો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે અને આ ત્રાસ માથી લોકોને મુક્ત કરવા જિલ્લા કલેકટર દ્વારા જિલ્લા ની તમામ નગર પાલિકા ના ચિફ ઓફિસરો સાથે બેઠક યોજી રખડતાં ઢોરો માટે કડક કાર્યવાહી કરવા સુચનાઓ આપી હોવા છતાં પાટણ નગર પાલીકા સહિત જિલ્લા ની અન્ય નગર પાલિકા દ્વારા રખડતાં ઢોર માટે કોઈ નકકર કાર્યવાહી ન કરતા લોકો મા પાલિકા પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

વર્ષ ૨૦૨૩-૨૪ જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મેળવતી પાટણની જ્ઞાનમંદિર ઉ.મા.શાળા..

પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી એ શાળા સંકુલ ખાતે ઉપસ્થિત...

પાટણ સાયન્સ સેન્ટર ખાતે રાષ્ટ્રીય યુવા દિનની ભવ્ય ઉજવણી કરાઈ…

પાટણ તા. ૧૨ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...