એન એસ યુ આઈ દ્વારા કુલપતિને આવેદનપત્ર સાથે રજૂઆત કરી બેનરની મંજૂરી આપનાર રજીસ્ટર સામે પગલાં ભરવા માંગ કરાઈ..
પાટણ તા. ૨૭
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના પરિપત્ર વિરુદ્ધ યુનિવર્સિટીના રજીસ્ટાર દ્રારા બૅનર લગાવવા ની અપાતી પરવાનગીને લઈ વિદ્યાર્થી સંગઠન એન.એસ.યુ.આઈ દ્રારા ગુરૂવાર ના રોજ કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. એન એસ યુ આઈના હોદેદારો અને કાર્યકરો દ્વારા કુલપતિ ને આવેદનપત્ર આપી કરાયેલી રજુઆત મા જણાવ્યું હતું કે યુનિવૅસીટી માં સને ૨૦૨૨ ના ઓગસ્ટ માસ માં એક પરિપત્ર જાહેર કરવામાં આવેલ હતો.
જેમાં સ્પષ્ટ રીતે દર્શાવેલ હતું કે યુનિવ ર્સીટી ના મેઈન ગેટ પર આવેલ બૅનર ની જગ્યા ઉપર અને યુનિવ ર્સીટી થી ૧૦૦ મીટર ની હદમાં કોઈપણ રાજકીય પાર્ટી ના કે વિધાર્થી સંગઠનના બેનર લગાવવા નહિ આમ છતાં આજે અખિલ ભારતીય વિધાર્થી પરીષદના બેનર લગાવવાની યુનિવર્સિટી ના રજીસ્ટાર ધ્વારા પરવાનગી આપવામાં આવેલ છે
અને અખિલ ભારતીય વિધાર્થી પરીષદ ધ્વારા ગેર કાયદેસર રીતે બેનર લગાવવા માં આવેલ છે સદર બેનર દુર કરવા અને પરિપત્ર નો ઉલ્લધન કરી ગેર કાયદેસર રીતે પરવાનગી આપવા બદલ રજીસ્ટ્રાર વિરુદ્ધ પગલાં ભરવાની માગ કરી ભવિષ્યમાં પણ આવા રાજકીય બેનરો લગાવવા પરવાનગી નહિ આપવા રજુઆત કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી