fbpx

નોરતા શ્રી રામ વન માં પાટણ – બનાસકાંઠા – કચ્છ લોક સભા પ્રભારી અને વેજલપુર ના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા 14 વૃક્ષો વાવી પ્રભુ શ્રી રામને અર્પણ કરાયા..

Date:

પાટણ તા. ૩૦
તાજેતરમાં જ આર્યાવ્રત નિર્માણ દ્વારા ગુજરાતના સૌથી મોટા પીપળવન મહાકાળી પીપળવન નોરતા ના પ્રથમ સોપાન શ્રીરામ વન નો કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં શુભારંભ થયો હતો.શ્રી રામ વનની મંગળવારે વેજલપુર ધારાસભ્ય અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત ઠાકરે મુલાકાત લઈ 14 વૃક્ષો વાવી પ્રભુ શ્રીરામને અર્પણ કરવામાં આવ્યા હતા.

અમિતભાઈ ઠાકર દ્વારા દાતાઓ અને લોકભાગીદારીથી નિર્માણ થઇ રહેલ આ પીપળ વન ની તાર ફેન્સીંગ,ટપક પદ્ધતિ વગેરે આયોજનની સરાહના કરતા જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિનો મૂળ આત્મા છે પ્રકૃતિ,અને પ્રકૃતિથી આપણે વિમુખ થયા એટલે પ્રાકૃતિક આપદાઓ ઉભી થઈ રહી છે .અહી શ્રીરામ વનમાં જૈવવિવિધતાનો ખ્યાલ રાખી 52 પ્રકારના દેશીકુળના વૃક્ષો વવાયા છે અને યુવાનો પ્રકૃતિ તરફ વળ્યા છે એ ખૂબ આવકારદાયક છે .

આ પ્રસંગે અમિતભાઈ ઠાકરનું નોરતા ગામના અગ્રણી કેશાજી ઠાકોર , વિષ્ણુ પટેલ ,ખોડાજી ઠાકોર , ખાનપુર કોડીના સરપંચ , માંડોત્રીના કનુ પટેલ અને આર્યાવ્રતના નિલેશ રાજગોર દ્વારા પીપળો , પુસ્તક , શાલ અને ખેસથી સન્માન કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર , લોક સભા સહ સંયોજક ભારતસિંહ ભટેસરિયા ,મહામંત્રી ભાવેશ પટેલ,જિલ્લા ભાજપના અગ્રણી સંજય પટેલ, નિકુંજ ઠાકર , મહેશ વ્યાસ વગેરેનું પણ આ તબકકે સન્માન કરી સૌના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું  હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના નાગરિકો માટે મદદરૂપ અને માર્ગદર્શક બની રહી છે વોટર્સ હેલ્પલાઇન ‘1950’…

'1950' હેલ્પલાઇનના માધ્યમથી અત્યાર સુધીમાં 90 થી વધુ ફોનકોલ...

યુનિવર્સિટીની કબડ્ડીની ટીમ ઇન્દોર ખાતે રમાનારી વેસ્ટ ઝોન ઇન્ટર યુનિ. સ્પર્ધામાં ભાગ લેશે..

ઇન્ટર કોલેજ સ્પર્ધાઓમાં પસંદગી પામેલા ખેલાડીઓના પ્રશિક્ષણ કેમ્પનો પ્રારંભ...