fbpx

પાટણ સિધ્ધપુર હારીજ અને સરસ્વતી તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી…

Date:

નિચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા..

વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છવાઈ…

દિવસભરના ઉકળાટ બાદ સાંજે મેઘરાજાની પધરામણી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. .

પાટણ તા. 30
હવામાન વિભાગની આગાહીના પગલે શુક્રવારે બપોરે બાદ વાતાવરણમાં આવેલા બદલાવને લઈ કાળા ડીબાંગ વાદળો અને વીજળીના કડાકા ભડાકા સાથે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો

તો પાટણ શહેરમાં પણ ધીમીધારે મેઘવર્ષા શરૂ થવા પામી હતી જ્યારે હારીજમાં અડધો કલાક મુશળધાર મેઘ વર્ષા થતા વેચાણ વાળા વિસ્તારો તેમજ કેટલીક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા.

શુક્રવારે પાટણ જિલ્લાનાસિધ્ધપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદનું આગમન થતા માર્ગો જળબંબાકાર બન્યા હતા.

પાટણ, સિદ્ધપુર સરસ્વતી અને હારીજ તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો.હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદ નું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

સિદ્ધપુર, સરસ્વતી હારીજ અને પાટણ તાલુકામાં વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા તો શહેરીજનોએ પણ દિવસભરના ઉકળાટ બાદ સાંજે વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા રાહત અનુભવી હતી.

ભારે પવનના સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી હતા શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક થવા પામ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

૩ એજન્સીઓએ રોયલ્ટી ભર્યા વગર કુલ 11.16 લાખ મેટ્રિક ટન માટીનો ઉપયોગ કર્યો હતો

પાટણ-ભીલડી બ્રોડગેજ લાઈનમાં માટીની રોયલ્ટી ચોરી કરનાર 3 એજન્સીને...

સિદ્ધપુરની વિવિધ શાળા-કોલેજમાં મતદાન જાગૃતિમાટે સહી ઝુંબેશ…

પાટણ તા. ૨૪લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા...