fbpx

પાટણ સાયન્સ સેન્ટર ખાતે સરસ્વતી તાલુકા કક્ષાની સક્ષમ શાળા અંતગૅત શિક્ષકોની તાલીમ શિબિર યોજાઈ..

Date:

પાટણ તા. ૧૯
સમગ્ર શિક્ષા કચેરીના સહયોગથી સરસ્વતી તાલુકા કક્ષાનો સક્ષમ શાળા માટે શિક્ષકોની તાલીમ શિબિર શુક્રવારે યોજવામાં આવી હતી.પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા. 19 જુલાઈ 2024 ના રોજ સમગ્ર શિક્ષા કચેરી-પાટણ ના સહયોગથી સરસ્વતી તાલુકા કક્ષાનો સક્ષમ શાળા માટે શિક્ષકોની તાલીમ શિબિર ના આયોજિત કાર્યક્રમમાં સરસ્વતી તાલુકા માંથી આવેલા 160 જેટલા ક્લસ્ટર કો-ઓર્ડીનેટર, બ્લોક કો-ઓર્ડીનેટર અને અન્ય અધિકારીઓએ ભાગ લીધો હતો.

તો દિલીપભાઈ નાઈ CRC સરસ્વતી દ્વારા કાર્યક્રમની શરૂઆત સક્ષમ શાળા બનાવવા માટેના પડકારો વિશે માહિતી પ્રદાન કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ડો. પ્રજ્ઞેશભાઈ વ્યાસ સીઆરસી, ઓઢવા દ્વારા સક્ષમ શાળા સાથે સંકળાયેલ ગ્રાન્ટ તથા સક્ષમ શાળા વેબ અને એપ્લિકેશન પોર્ટલ વિશેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. જગમલભાઈ ડોડીયા સીઆરસી, કિમ્બુઆ એ સક્ષમ શાળા વિશે સંકળાયેલી મહત્વની બાબતો તથા સુરેશભાઈ ઠાકોર સીઆરસી, સાપરા દ્વારા બાળ સુરક્ષા અને બાળક એ ભગવાને લખેલો પ્રેમ પત્ર છે તેના વિશે માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે સાયન્સ સેન્ટર ના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી એ સાયન્સ સેન્ટરના મહત્વ અને તેની સિદ્ધિઓ તથા અહીં આવનાર મુલાકાતીઓ મનોરંજન સાથે વૈજ્ઞાનિક શિક્ષણ કઈ રીતે મેળવી શકે તેના વિશે માગૅદશૅન પુરૂ પાડયું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

વારાહી પોલીસ સ્ટેશનમાં નોધાયેલ છેતરપિંડી ના કેસનો નાસતો ફરતો આરોપી ચાણસ્મા પોલીસના હાથે ઝડપાયો .…

પાટણ તા. ૨૦સને.૨૦૨૦ ના વારાહી પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુન્હામાં...

પાટણ જાગૃત મહિલા સમુદાય દ્વારા સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા ન આપવા આવેદનપત્ર અપાયું..

પાટણ જાગૃત મહિલા સમુદાય દ્વારા સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા ન આપવા આવેદનપત્ર અપાયું.. ~ #369News

હારીજના કુરેજા પાસે પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમા યુવાને ઝંપલાવી જીંદગી ટુકાવી..

હારીજના કુરેજા પાસે પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમા યુવાને ઝંપલાવી જીંદગી ટુકાવી.. ~ #369News