કંપની દ્વારા ગેરકાયદેસર ખનન ચોરી અટકાવવા ઉચ્ચ કક્ષાએ કરાયેલ રજુઆત..
ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ અટકાવવા પાટણ ભૂસ્તર અધિકારી દ્રારા ટીમ ને સ્થળ પર મોકલી તપાસ ના આદેશ કયૉ..
પાટણ તા. ૫
પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રેતી તસ્કરી નું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે.જેની સામે કડક કાર્યવાહી કરવા ભૂસ્તરવિભાગ પણ દિવસ રાત વોચ રાખી ભૂમાફિયાઓ પર લગામ કસી રહી છે.છતાં પણ આવા ભૂમાફિયાઓ દ્રારા તંત્ર ના કેટલાક અધિકારીઓ અને કમૅચારીઓ ની મીઠી નજર તળે મોટી માત્રામાં ખનન ચોરી ની ગેરકાયદેસર પ્રવૃતિઓ વહેલી સવારે અને મોડી રાત ના સમયે કરી હજારો ટન રેતી નું ખનન કરતાં હોવાની લોક બુમ સાભળવા મળી રહી છે. ત્યારે હાલમાં પણ પાટણ- બનાસકાંઠા ની બોડૅર પર આવેલ દેલીયાથરા, ઉબરી, કંબોઈ અને રાનેર પંથકને અડીને આવેલ બનાસ નદી માથી મોટા પાયે ખનનની પ્રવૃત્તિ કરાતી હોવાનું આધારભૂત સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
પાટણ- બનાસકાંઠા ને અડીને આવેલા દેલીયાથરા વિસ્તારમાં ભારત ની એક ખ્યાતનામ કંપની દ્વારા અંદાજીત ૪૦૦ થી ૫૦૦ વિધા જમીન ખરીદી કરવામાં આવી છે. ત્યારે આ કંપની ની જમીન માથી કેટલાક ભૂમાફિયાઓ બિન કાયદેસર વહેલી સવારે અને મોડી રાત્રે રેતી ખનન માટે ના આધુનિક સાધનો સાથે અસંખ્ય ટર્બાઓની મદદથી મોટા પાયે ખનનની પ્રવૃત્તિ કરતા હોવાનું આ પંથકનાં કેટલાક જાગૃત લોકો જણાવી રહ્યા છે.તો આ બિન કાયદેસર ખનનની પ્રવૃતિમાં કેટલાક લિઝ માલિકોની પણ મિલી ભગત હોવાના કારણે તેઓ પોતાના લિઝ ના રોયલ્ટી પાસ ઈસ્યુ કરી ગેરકાયદેસર ખનન કરતાં ભૂમાફિયાઓને પ્રોત્સાહન પુરૂ પાડતા હોવાનું પણ જાગૃત લોકો જણાવી રહ્યા છે.
ભારતની ખ્યાતનામ કંપની દ્વારા ખરીદેલી આ વિશાળ જગ્યા પરથી ભૂમાફિયાઓ બિન કાયદેસર મોટી માત્રામાં ખનન કરતા હોવાની બાબતે ઉચ્ચ કક્ષાએ કંપની દ્વારા રજુઆત પણ કરવામાં આવી હોય તંત્ર દ્વારા આ ગેરકાયદેસર ખનનની પ્રવૃતિને તાત્કાલિક અટકાવી ભૂમાફિયાઓ સામે કાયદેસર ની કાયૅવાહી હાથ ધરી ખનન પ્રવૃતિને અટકાવે તેવી લોક માગ પ્રબળ બની છે.પાટણ પંથકના દેલીયાથરા નજીક ભૂ માફિયા ઓ દ્રારા કરાતી ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ બાબતે પાટણ ભૂસ્તર મદદનિશ અધિકારી આલાપ પ્રેમલાણી નો ટેલિફોન પર સંપકૅ કરી માહિતી મેળવતા તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે સોમવારે જ તેઓને જાણકારી મળી હોય જેના પગલે તેઓએ પાટણ ભૂસ્તર વિભાગની ટીમ ને સ્થળ પર તપાસ અર્થે મોકલી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી ઘટતી કાર્યવાહી કરવા સુચનાઓ આપી હોવાનું જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી