fbpx

પાટણ પ્રજાપતિ સમાજ- પાટણ દ્વારા ચૈત્રી અને આસો નવરાત્રી મા યોજાતા ગરબા મા લહાણી પ્રથા ની સાથે ખોટા ખચૅ બંધ કરવા નિણૅય લીધો..

Date:

પાટણ તા. ૨૩
પાટણ પ્રજાપતિ સમાજ પાટણ ની તા.૨૧ માચૅ ને ગુરૂવારની રાત્રે ૯-૦૦ કલાકે શ્રી નરસિંહજી ભગવાન ના મંદિર પરિસર ખાતે મળેલી પાટણ પ્રજાપતિ સમાજ- પાટણની બેઠકમાં સમાજ પરિવારમાં ઉજવાતા ચૈત્રી અને આસો નવરાત્રીમા કરાતી લહાણી પ્રથા સદંતર બંધ કરી ખોટા ખચૉ પર રોક લગાવવા વિચાર વિમૅશ કરી સવૉનુમતે નિણૅય કરવામાં આવતા આ નિણૅય ને ઉપસ્થિત સૌએ સરાહનીય લેખાવી સમાજ પરિવાર ને નિણૅય ને અનુસરવા અપીલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ પ્રજાપતિ સમાજ પાટણ ની મળેલી આ બેઠકમાં સમાજ આગેવાનો દ્વારા ચૈત્રી અને આસો નવરાત્રી મા યોજવામાં આવતાં ગરબા માં પરિવારજનો સહિત સગા સંબંધીઓ દ્વારા કરાતી લ્હાણી ના રિવાજ ને લીધે અને દેખા દેખીમાં સામાન્ય વર્ગ દ્વારા ખોટા ખર્ચ ન થાય અને સહજ ભાવે માતાજી ના ગરબા સાદગી થી યોજાઈ તે હેતુથી ઉપસ્થિત સમાજના ભાઈઓ અને બહેનોએ પોતાના વિચારો રજૂ કરી સવૉનુમતે નકકી કરવામાં આવ્યું હતું કે સમાજમાં ચૈત્ર અને આસો માસના યોજાતા ગરબામા કે જન્મા ષ્ટમી માં યોજાતા કાનુડાના ગરબામાં લહાણી સહિત ના ખોટા ખર્ચ બંધ કરવાનુ નકકી કરી સર્વ સંમતિ થી અમલમાં મુકવાનું ઠરાવવામાં આવ્યું હતું.

જેમાં ગરબા દરમ્યાન સગા-સંબંધી કોઈએ લ્હાણીમાં ચોકલેટ,ગોળી, તળેલાં રમકડાં,બિસ્કીટ કે નાના -મોટા વાસણની પ્રથા સદંતર બંધ કરી તેના બદલે રોકડ રૂ.૫૧,૧૦૦, ૧૫૦ કે ૨૦૦ સુધીની રકમ આપવી જેની સામે ગરબા ના યજમાન પરિવારે વાસણ ની કરાતી લહાણી બંધ કરી માતાજીના પ્રસાદ રૂપે ૧ કિલો ખાંડ અથવા ૧ કિલો ગોળ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

સાથે સાથે ચૈત્રમાસના એક મહિના ના ગરબા મહોત્સવ ના શરૂઆતના ૧૫ દિવસમાં ગરબા કાઢવાનો સમય રાત્રે ૯-૦૦ થી ૧૧-૦૦ રાખવો અને ત્યારબાદ ગરબો વધાવી લેવો તેમજ બાકી ના ૧૫ દિવસમાં ગરબા કાઢવા નો સમય રાત્રે ૯-૦૦ થી ૧૨ અને અંતિમ દિવસોમાં ૧-૦૦ વાગ્યા સુધીનો સમય રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

માતાજીના રાત્રિ ગરબા દરમ્યાન કોઈપણ પ્રકારના નાસ્તાના આયોજન ન કરવા ફક્ત છેલ્લાં દિવસે ગરબાની પૂર્ણાહુતિ દિવસે નાસ્તાનું આયોજન શકય હોય તો કરવું. આમ ખોટા ખચૅ બંધ કરી ચૈત્રી અને આસો નવરાત્રીમા રોજ ધાર્મિક વાતાવરણમાં સાદગી પૂર્વક ગરબા નું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જયારે માતાજીના ચૈત્ર માસમાં યોજાતા રાત્રી ગરબા દરમ્યાન કોઈ ઘોંઘાટવાળા ડી. જે. સાઉન્ડ કે સંગીત પાર્ટી બોલાવવી નહીં તેના બદલે સાદા સાઉન્ડ નો ઉપયોગ કરવો અને ગરબા પૂર્ણ થયાં જમણ વાર ની પ્રથા માં પણ કુટુંબના મર્યાદિત સભ્યો માટે જમણવાર કરવો તેવું સવૉનુમતે નકકી કરવાની સાથે સમાજ ના અન્ય જૂના રીતિ -રિવાજો માં સુધારાઓ કરવા માટે સમાજની હાજરીમાં આગામી બેઠક બોલાવવા માટે સવૉનુમતે નક્કી કરવામાં આવ્યું હોવાનું પાટણ પ્રજાપતિ સમાજ પાટણના આગેવાનો એ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ખાતે સ્વગૅસ્થ મણીરાજ બારોટ ની યાદ માં સ્મરાણાજલિ કાર્યક્રમ યોજાયો..

કાર્યક્રમમાં રાજલ બારોટ સહિતના કલાકારો એ સ્વ.મણીરાજ બારોટના કંઠે...

પાટણમાં પૂર્વ સૈનિકો/સ્વ.સૈનિકોના ધર્મપત્નીઓનું સંમેલન યોજાશે

પાટણમાં પૂર્વ સૈનિકો/સ્વ.સૈનિકોના ધર્મપત્નીઓનું સંમેલન યોજાશે ~ #369News