કલેકટર ની કડક સુચના છતાં પાટણ પાલિકા રખડતાં ઢોરોની સમસ્યા નિવારવામાં નિષ્ફળ રહેતા લોકોમાં રોષ..
પાટણ તા. ૫
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં જિલ્લા કલેકટરના આદેશ છતાં રખડતા ઢોરોની સમસ્યા આજની તારીખે પણ યથાવત રહેવા પામી છે. સોમવારે બપોર ના સુમારે પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ નજીક આવેલ શિવ ગંગા સોસાયટી ના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે બે રખડતાં આખલાઓ વચ્ચે શિંગડા યુધ્ધ જામેલા ના દ્રશ્યો જોવા મળતા આ વિસ્તાર ના લોકો સહિત માગૅ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.શહેરની શિવ ગંગા સોસાયટી ના પ્રવેશ દ્વાર પાસે જ શિંગડા યુધ્ધે ચડેલા રખડતાં આખલાઓ ને છુટા પાડવા વિસ્તાર ના રહીશોએ પાણી નો મારો ચલાવી મહામુસીબતે બન્ને આખલાઓ ને વિસ્તાર માથી ભગાડતા લોકોએ રાહત અનુભવી હતી.
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં રખડતા ઢોરોના ત્રાસને નિવારવા જિલ્લા કલેકટર દ્વારા તમામ નગર પાલિકાના ચીફ ઓફિસર સાથે બેઠકો યોજી રખડતા ઢોરોની સમસ્યા દૂર કરવા આદેશ કયૉ હોવાની સાથે તાજેતરમાં પાટણ મામલતદાર કચેરી ખાતે મળેલી સંકલન બેઠકમાં પણ રખડતાં ઢોરોની સમસ્યા બાબતે ઉઠેલા પ્રશ્ન દરમ્યાન રખડતાં ઢોરોના માલિકો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હોવા છતાં શેઠ ની સિખામણ જાપા સુધી ની કહેવતની જેમ પાલિકા સતાધીશો દ્રારા રખડતાં ઢોરોના મામલે કોઈ જ પ્રકારની નકકર કામગીરી નહિ કરાતાં આજની તારીખે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લે આમ લીલા ધાસચારા ના વેચાણ સાથે રખડતાં ઢોરોની સમસ્યા જૈસે છે જોવા મળતા લોકો મા તંત્ર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી