પાલિકા તંત્ર દ્વારા દુષિત પાણીની સમસ્યા નું તાત્કાલિક નિરાકરણ કરાઈ તેવી માગ ઉઠી..
પાટણ તા. 26 પાટણ શહેરનાં વોર્ડ નં.8માં આવેલા નિલમ સિનેમા પાસેનાં પનાગરવાડા વિસ્તારમાં છેલ્લા બે માસથી દુષિતા અને દુર્ગંધ યુક્ત પાણી આવતાં સ્થાનિક લોકોમાં રોગચાળો ફેલાવવાની દહેસત જોવા મળી રહી છે. આ અંગેની મળતી માહિતી મુજબ પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નિવડી હોય તેમ એક પછી એક મહોલ્લા, પોળોમાં અને સોસાયટીમાં દુષિત પાણી આવવાની સમસ્યાઓ અવાર નવાર જોવા મળી રહી છે જેના કારણે ડેન્ગ્યુનાં કેસો આવતાં આરોગ્ય વિભાગની ટીમે સ્થાનિક વિસ્તારની રુબરુ મુલાકાત લીધી હતી અને ગંદકી બાબતે સ્થાનિક લોકોને ટકોર કરી હોવાનું સ્થાનિક રહીશો એ જણાવ્યું હતું ને છેલ્લા બે માસથી પાલિકા દ્વારા જ ગંદુ પાણી આવી રહ્યું હોવા છતાં પણ અનેક રજૂઆતો કરવા છતાં પણ પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. આ વિસ્તારમાં દુષિત પાણી પીવાથી સ્થાનિક લોકોને રોગચાળો ફાટી નિકળે તે પૂર્વે દૂષિત અને ડહોળાયેલા પાણીનો કાયમી અને યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી હોવાનું મુસલીમ આગેવાન ભુરાભાઈ સૈયદે જણાવ્યું છે. તો આ બાબતે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે વિસ્તારની ભૂગર્ભ શાખા દ્રારા સ્થળ તપાસ કરી સમસ્યા નું નિરાકરણ લાવવામાં આવશે તેવી હૈયાધારણ આપી હતી.
અહેવાલ યશપાલ સ્વામી