fbpx

શંખેશ્વર જેવા વઢીયાર પંથકમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી શ્રી જનમંગલ સેવા ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિ સરાહનીય બની…

Date:

પાટણ તા. ૬
પાટણ જિલ્લાના વઢીયાર પંથકના જૈન તીર્થ શંખેશ્વર ખાતે સેવા સમર્પણ ની ભાવના સાથે કાર્યરત શ્રી જનમંગલ સેવા ટ્રસ્ટ ના સંચાલિકા જીજ્ઞાબેન શેઠ સહિત તેઓની સમગ્ર ટીમ દ્વારા પંથકના જરૂરિયાત મંદ લોકોને અનેક રીતે મદદરૂપ બનવાની સેવાકીય પ્રવૃત્તિ પંથકના લોકો મા સરાહનીય બની છે.

તાજેતર માંજ શ્રી જનમંગલ સેવા ટ્રસ્ટ પરિવાર દ્વારા પંથકના અગરિયા પરિવારોને શિયાળાની કડકડતી ઠંડીમાં રક્ષણ મળી રહે તે માટે 500 ઉપરાંત ગરમ ધાબળાઓ નું વિતરણ કરી સરાહનીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

શ્રી જન મંગલ સેવા ટ્રસ્ટ દ્વારા ગતરોજ પંથકના 100 થી વધુ જરૂરિયાત મંદ પરિવારોને રાત્રીની કકડતી ઠંડી મા ઘરે ઘરે જઈને રાશન કીટ અપૅણ કરી જરૂરિયાત મંદ પરિવારના વડીલો ના આશિર્વાદ મેળવી શ્રી જનમંગલ સેવા ટ્રસ્ટ ના સ્થાપક જીજ્ઞાબેન શેઠ સહિત સમગ્ર ટીમે ધન્યતા અનુભવી હતી.

શંખેશ્વરમાં કાર્યરત શ્રી જનમંગલ સેવા ટ્રસ્ટની અનેકવિધ પ્રવૃત્તિઓમાં જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ બનવું, પંથક ના જરૂરિયાતમંદ પરિવારના બાળકોને કોમ્પ્યુટર સહિતનું શિક્ષણ જ્ઞાન પુરૂ પાડવું,પંથક ની જરૂરિયાત મંદ મહિલાઓને સીવણ ક્લાસ,મહેંદી ક્લાસ, બ્યુટી પાર્લર કોર્સ કરાવી તેઓને આત્મ નિર્ભર બનાવવાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી હોવાનું જીજ્ઞાબેન શેઠે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ વૈશ્ય તથા સથવારા કડીયા જ્ઞાતિ ની લખીની વાડી નો પ્રશ્ન ટોક ઓફ ધ ટાઉન બન્યો..

પાટણ વૈશ્ય તથા સથવારા કડીયા જ્ઞાતિ ની લખીની વાડી નો પ્રશ્ન ટોક ઓફ ધ ટાઉન બન્યો.. ~ #369News

અઘાર ખાતે પ્રધાનમંત્રી ની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં લખપતિ કાર્યક્રમ યોજાયો.

કાર્યક્રમમાં ઉપસ્થિત અને વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર બહેનોને પ્રમાણપત્ર...