fbpx

પાટણ શહેરમાં વાયરલ ઇન્ફેક્શન સાથે બાળકોમાં ખાંસી, શરદી, તાવ સહિત કુતરા કરડવાના કેસોમાં નોધપાત્ર વધારો..

Date:

પાટણ તા. ૬
પાટણ શહેરના મધ્યમાં આવેલ અને દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનેલી પાટણ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ ઇન્ફેક્શનના તેમજ બાળકોને ખાંસી,શરદી, તાવ સાથે કુતરા કરડવાના કેસો મા નોધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે જેને લઈને સવારથી જ પાટણ સિવિલ હોસ્પિટલ માં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે.

તો હજ યાત્રાએ જનાર હજયાત્રીઓને પણ પાટણ સિવિલ હોસ્પિટલમાં રસી આપવામાં આવતી હોવાથી વહેંલી સવારથી હજયાત્રીઓ પણ રસી લેવા માટે સિવિલ હોસ્પિટલ આવતાં સિવિલ હોસ્પિટલ માનવ મહેરામણ થી ઉભરાયેલી જોવા મળી રહી છે.પાટણ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો એ જણાવ્યું હતું કે હાલમાં વાયરલ ઇન્ફેક્શનના તેમજ નાના બાળકોને શરદી,ઉધરસ, તાવ સાથે કુતરા કરડવાના કેસો વધુ જોવા મળી રહ્યા છે.

ત્યારે સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારના દર્દીઓ માટે પુરતી દવાઓ સહિત પૂરતો સ્ટાફ પણ હોવાથી તમામ દર્દીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર સિવિલ હોસ્પિટલમાં સારવાર મળી રહેતી હોવાનું તેઓએ જણાવ્યું હતું.પાટણ શહેરના મધ્યમાં આવેલી સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવાને અહીં સારવાર અર્થે આવતા દર્દીઓ સહિત તેમના પરિવારજનો એ પણ સરાહનીય લેખાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા મહેસુલી અધિકારીઓની અધિક કલેકટર ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ..

પાટણ તા. 28જિલ્લા સેવા સદન, ખાતે બુધવારે જિલ્લા નિવાસી...

પાટણ નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખે વિધિવત રીતે શુભ મુહૂર્તમાં ચાજૅ સંભાળ્યો..

નગરપાલિકાના વિકાસની સાથે સાથે શહેરીજનોની સુવિધાઓને પ્રાધાન્ય આપવા પ્રમુખ-ઉપપ્રમુખે...

સિધ્ધપુર પો.સ્ટે.ના પ્રોહીગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતો-ફરતો આરોપી આખરે ઝડપાયો..

પાટણ તા. ૨૭પાટણ જિલ્લાના સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં એક વર્ષ...