પાટણ તા. ૭
પાટણનાં એડવોકેટ પંકજ.બી.વેલાણી દ્વારા તાજેતરમાં પાટણ કોર્ટનાં આદેશ થકી પાટણનાં પોલીસ સ્ટેશનમાં કેટલાક વ્યક્તિઓ સામે કારગીલ ફંડની રૂા. ૫૦ લાખની રકમની કથિત છેતરપીંડી કરવા અંગે ફરીયાદ નોંધાતાં તેમાં દર્શાવેલા આરોપીઓ પૈકી પાંચ જણાએ પોતાની આ ગુનામાં સંભવિત ધરપકડ ટાળવા માટે મુકેલી આગોતરા જામીન પાટણનાં સેસન્સ જજ જી.જે. શાહે પાંચ પૈકી ચારની જામીન અરજી નામંજૂર કરી છે તો એક ની જામીન અરજી મંજૂર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
વષૅ ૧૯૯૯ માં કેમિસ્ટ એસો. દ્વારા કારગીલ ફંડ માટે નાણાં ઉઘરાવી તે નાણા કારગીલ ફંડ મા જમા ન કરાવ્યાનો આક્ષેપ વકીલ પંકજ વેલાણી દ્રારા કરવામાં આવ્યો હતો અને આ મુદ્દે તેઓએ કોટૅ નો સહારો લઈ કારગીલ ફંડ ની રૂ. ૫૦ લાખની રકમ ની છેતરપીંડી મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ અનુસંધાનમાં આગોતરા જામીન મેળવવા પાંચ લોકો એ પોતાના વકીલ મારફતે અરજી કરી હતી. જેમાં પાંચ પૈકીના એકની આગોતરા જામીન મંજુર કરીને તેમને આ કેસમાં અટક કરવામાં આવે તો તેઓને રૂા. ૧૫૦૦૦નાં જામીન પર મૂક્ત કરવા તથા તેઓને તપાસમાં સહકાર આપવા સહિતની શરતો કોટૅ દ્રારા લાદવામાં આવી છે.
જે વ્યક્તિઓની આગોતરા જામીન અરજી નામંજૂર થઇ હતી તેમાં મિયાંજી ભાઈ પોલરા રે. કાણોદર, તા. પાલનપુર,મફતભાઈ કે. પટેલ રે. પાલનપુર,સુહાસભાઈ પટેલ રે. ડીસા તથા શંકરભાઈ પટેલ રે. મહેસાણા નો સમાવેશ થાય છે. જ્યારે આગોતરા જામીન અરજી મંજૂર ભરતભાઈ મોદી રે. મહેસાણા ની શરતો ને આધિન કોટૅ દ્રારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ભરતભાઈ મોદી બાબતે કોર્ટે જણાવ્યું હતું કે, તેમની સામે ફરીયાદીની ફરીયાદ તેમજ તેઓ તરફે રજુ થયેલ દસ્તાવેજી પૂરાવામાં સબળ પ્રથમ દર્શનીય કેસ જણાતો નથી. ભરતભાઈનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી તેઓ ૬૭ વર્ષની ઉંમરનાં છે. તથા તેઓ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે વ્યાવસાયિક પ્રવૃત્તિમાં જોડાયેલા હોવાનું ધ્યાન લેતાં તેમનાં આગોતરા મંજૂર કર્યા હતાં.
આ વ્યક્તિઓ સામે ૧૯૯૯નાં અરસામાં નોર્થ એન ધી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશનના નામથી બે કેમીસ્ટો દ્વારા પાટણ, મહેસાણા, બનાસકાંઠામાંથી કારગીલ શહિદો માટે ઉઘરાવેલા ફંડની રકમ રૂા. ૫૦ લાખ જમા નહિં કરાવી ને ખોટા હિસાબો બનાવી છેતરપીંડી આચર્યાનો આક્ષેપ પાટણના વકીલ પી.બી. વેલાણીએ ફરીયાદમાં કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ જે.ડી.ઠક્કર તથા આગોતરા જામીન મંજુર થયેલા આરોપી તરફે એડવોકેટ બી.કે.પંચાલે રજૂઆત કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી