પાટણ 42 લેઉવા પાટીદાર યુવા મંડળ ના પાટણ સ્થિત નવીન કાર્યાલય નો શુભારંભ કરાયો..

પાટણ તા.૧
પાટણ ખાતે 42 લેઉવા પાટીદાર યુવા મંડળ પાટણ ના નવીન કાર્યાલયનો સોમવારે પાટણ બ્રહ્મા કુમારી સેન્ટરના હેડ નીલમ દીદીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમાજના વડીલો, દાતાઓ અને શ્રેષ્ઠિઓની ઉપસ્થિતિમાં સૌ પ્રથમવાર યુવક મંડળ દ્વારા આયોજિત સમૂહ લગ્નન નું મુહૂર્ત જોવામાં આવ્યું હતું. જેમાં 17 નવેમ્બર 2024 ના રોજ સમૂહ લગ્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું

પાટણ ટીબી ત્રણ રસ્તા નજીક મંગલમ્ સ્ક્વેર ખાતે સોમવારે 42 લેઉવા પાટીદાર યુવા મંડળ પાટણ ના નવીન કાર્યાલયનો પ્રારંભ કરાવતા બ્રહ્માકુમારી નીલમદીદીએ જણાવ્યું હતું કે યુવાનોમાં ખૂબ શક્તિ છે યુવાનો તેમની શક્તિ થી રચનાત્મક કાર્યો માટે આગળ આવે જીવનમાં ક્યારેય નિરાશા ને આવવા દેવી નહીં

હંમેશા આશાવાદી બની રહેવું જોઈએ. આ પ્રસંગે સમાજના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ પટેલે યુવાનોને પ્રોત્સાહિત કરી તેમને સહકાર આપવા આહવાન કર્યું હતું. યુવા અગ્રણી હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આ કાર્યાલય સમાજના લોકો માટે વિસામો બની રહેશે અને ઊર્જાનો સ્ત્રોત બનશે. જાણીતા લેખક અને વરિષ્ઠ પત્રકાર મણીભાઈ પટેલે જણાવ્યું હતું કે આ માત્ર કાર્યાલય જ નહીં પરંતુ સેવાલય છે. આ મંડળના કાર્યો ની વિશ્વ કક્ષાએ નોંધ લેવામાં આવેલી છે. પાટીદાર એ સંસ્કૃતિ છે.

પાટણ ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે સમાજમાં પરિવર્તન લાવવું હોય તો યુવાનો જ પરિવર્તન લાવી શકે છે.તેઓએ સમાજના યુવાનોની રચનાત્મક સેવા પ્રવૃત્તિ ને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે મંડળના પ્રમુખ સોહનભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, ડો કાંતિભાઈ પટેલ, ભાનુભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, સહિત સમાજના અગ્રણીઓ, મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.