કુલપતિ પદે એકાદ -બે દિવસમાં ચાજૅ સંભાળશે ડો. કિશોરકુમાર પોરીયા..
પાટણ તા.૧૪
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ૧૯ મા કુલપતિ તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્રના વડા કિશોરકુમાર છગનલાલ પોરીયા ની વરણી કરવામાં આવી હોવાનો પરિપત્ર ગુરુવારે ગુજરાત રાજ્યના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ના ડેપ્યુટી સેક્રેટરી મનોજ વાઘ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનીવર્સીટી ને પરિપત્ર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે યુનિવર્સિટીને કરાયેલા પરિપત્રમાં તેઓએ જણાવ્યું છે કે ગુજરાત જાહેર યુનિવર્સિટી ઓની કલમ ૧૦ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને અધિનિયમ, ૨૦૨૩, ગુજરાત સરકાર દ્વારા પ્રો. કિશોરકુમાર છગન લાલ પોરિયા, વડા, ભૌતિકશાસ્ત્ર વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતને હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનીવર્સીટી ના ૧૯ મા કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે જેઓની કુલપતિ તરીકે નિમણૂક તેઓ ૬૫ વર્ષની વયના થાય ત્યાં સુધી અથવા હેમચંદ્રા ચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ના કુલપતિ પાટણનો ચાર્જ સંભાળ્યાની તારીખથી પાંચ વર્ષની મુદત માટે ગુજરાત ના રાજ્યપાલ દ્વારા તેઓની નિમણૂક પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનીવર્સીટી ના કુલપતિ તરીકે કરવામાં આવી હોવાનું પરિપત્ર મા જણાવ્યું છે.
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ તરીકે ડો રોહિત દેસાઈ એ તારીખ ૭/૧/૨૦૨૩ ના રોજ ચાજૅ લીધો હતો અને તેઓએ યુનીવર્સીટી ના વિકાસ મા ખુબ જ ઉત્સાહ થી કાયૅ કરી આગવી લોક ચાહના પ્રાપ્ત કરી હોય તેઓની જગ્યાએ હવે નવા કુલપતિ તરીકે વિર નર્મદ યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્ર વિભાગના હેડ પ્રો. કિશોરકુમાર છગન લાલ પોરિયા ની ગુજરાત રાજ્યના રાજયપાલ દ્રારા નિમણૂંક કરાતા તેઓ એકાદ બે દિવસમાં યુનીવર્સીટી કુલપતિ તરીકે ચાજૅ સંભાળનાર હોવાનું પાટણ યુનીવર્સીટીના સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ શ્યામી