fbpx

ઉનાળાની શરૂઆત પૂર્વેજ કાકોશીમાં પીવાના પાણી ની મોકાણ સજૉઈ…

Date:

પાટણ તા. ૪
પાટણ જિલ્લાના કેટલાક ગામોમાં ઉનાળાની શરૂઆત પૂર્વેજ પાણી ની મુશ્કેલીઓ સજૉઈ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના કાકોશી ગામે છેલ્લા કેટલાક દિવસોથી પાણી ની સમસ્યા સજૉતા ગ્રામજનોને પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે તો તંત્ર દ્વારા પાણી ની પરેશાની દુર કરવામાં કોઈ નકકર કામગીરી હાથ ધરવા નહિ આવતા ગામની મહિલાઓએ પાણી ના પ્રશ્ને ગ્રામ પંચાયત કચેરીમાં હંગામો મચાવી પાણી ની સમસ્યાનુ સમાધાન કરવા રજુઆત કરી હતી.

જોકે મહિલાઓની રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ સંતોષ કારક જવાબ નહી મળતા પાણી વગર પરેશાની ભોગવી રહેલી મહિલાઓએ પંચાયત દ્વારા પાણી ની સમસ્યા દૂર કરવામાં નહિ આવે તો આગામી દિવસો માં વહીવટદારનો ઘેરાવો કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપી હતી. મહિલાઓ એ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મેત્રાણા રોડ ઉપર આવેલા બોરના ઓપરેટર ને વહીવટદાર છાવરી રહ્યા હોવાના કારણે ગ્રામજનોને પાણી માટે મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્રારા કાકોશી ગામની પાણીની સમસ્યા નું નિરાકરણ લાવવા અને બોર ઓપરેટર સહિત વહિવટદાર સામે યોગ્ય પગલાં ભરવાની માગ કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ મિલકતો એક માસની મુદત આપી ખોલાઈ…

સીલ મારેલ દુકાનો અને કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટી અને ફાયર...

આર્ટ્સ કોલેજ પાટણના એન.એસ.એસ વિભાગ દ્વારા મતદાન જાગૃતિ માટે રેલી યોજાઈ…

પાટણ તા. ૨૨પાટણ સ્થિત નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના કેમ્પસમાં...