google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ગાંવ ચલો અભિયાન અંતર્ગત પાટણ શહેર વોડૅ નં. 1-2-3 અને ધારપુર ખાતે કમલીવાડા જિલ્લા પંચાયત સીટની બેઠક યોજાઇ..

Date:

પાટણ તા. ૭
ગાંવ ચલો અભિયાન અંતર્ગત બુધવારે પાટણ શહેરના વોડૅ નં. 1-2-3 અને પાટણ તાલુકાના ધારપુર ગામ ખાતે કમલીવાડા જિલ્લા પંચાયત સીટની બેઠક મળી હતી.પાટણ ખાતે નૂતન હાઈસ્કૂલ ખાતે મળેલી વોડૅ નં. 1-2-3 ની બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, પુવૅ શહેર ભાજપ પ્રમુખ મનોજ પટેલ, સુરેશભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રી ગૌરવ મોદી સહિત ઉપરોક્ત વોડૅ ના ભાજપ આગેવાનો, કાયૅ કરો અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

જયારે ધારપુર ખાતેની બેઠકમાં એપીએમસી ચેરમન સ્નેહલભાઈ પટેલ,સંજય પટેલપટેલ સહિત ના મહાનુભાવો એ ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 500 વર્ષથી સમગ્ર હિન્દુ સમાજના આસ્થા સમાન ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણમાં પ્રતિષ્ઠા મહોત્સવ કરીને તમામ કાર સેવકોની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.આગામી લોકસભા ની ચૂંટણીમાં દેશના વડાપ્રધાન સતત ત્રીજી વાર વડાપ્રધાન બને તે માટે પાટણ લોક સભા માંથી પાંચ લાખ કરતાં વધારે મતોથી વિજય મેળવીને પાટણનું કમળ દિલ્હી પહોંચાડવાનું છે.

આપણે સૌએ રામાયણની ખિસકોલીની જેમ નાનું યોગદાન આપી કમળને મજબૂત કરવાનું છે.દેશના વડાપ્રધાને આજે સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડયો છે.આજે સૌ ભારતીયો પોતાની જાતને સુરક્ષિત માની રહ્યા છે.એક વખત હતો કે બસમાં બેઠા હોય ત્યારે પણ ડર લાગતો હતો કે ક્યાંક બોમ નહિ હોયને આવા તત્વો આજે દૂરદૂર સુધી પણ ક્યાંય દેખાતા નથી.આજની આ બેઠકમાંભાજપના આગેવાનો અને કાયૅકરોને આગામી લોકસભાની ચૂંટણી લક્ષી કામગીરી સોપવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સહિત જિલ્લામાં વર્ષની આખરી લોક અદાલત યોજાઈ…

પાટણ સહિત જિલ્લામાં યોજાયેલી લોક અદાલતોમાં મોટી સંખ્યામાં કેસોનો...

પાટણ બી.એડ કોલેજ ના તાલીમાર્થીઓ ભાટસણ પગાર કેન્દ્ર શાળાની મુલાકાતે..

પાટણ તા. 31પાટણની જાણીતી એલ એન કે બી.એડ કોલેજ...