fbpx

ભગવાન જગન્નાથજી નું ભક્તિ સંગીતના સૂરો વચ્ચે યજમાન પરિવારના નિવાસ સ્થાનેથી ભવ્ય મામેરુ નીકળ્યું..

Date:

ભગવાન જગન્નાથજી નું ભવ્યાતિ ભવ્ય મામેરુ યજમાન પરિવાર દ્રારા મંદિર ટ્રસ્ટી ને અર્પણ કરી ધન્યતા અનુભવી..

ભગવાનના મામેરામાં હાથી, ઘોડા, ઊંટ, બગી, મનોરંજન માટેના કાર્ટુનો, ફટાકડાની આતશબાજી વચ્ચે મોટી સંખ્યામાં ભકતો જોડાયા..

પાટણ તા. 19
પાટણમાં જગન્નાથ ભગવાનની 140 મી રથયાત્રાના પૂર્વ દિવસે સોમવારે મંદિર પરિસર ખાતે ભગવાનના મહા અભિષેક સાથે ના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

જયારે ભગવાન જગન્નાથ ના મામેરાના યજમાન પરિવાર ભૂમિબેન મયંકભાઈ પરીવાર ના ભગવતી નગર ખાતે ના નિવાસ સ્થાને થી સાંજે 6-00 કલાકે ભગવાનનુ મામેરું વાજતે ગાજતે ભક્તિ સંગીત ના સુરો વચ્ચે પ્રસ્થાન પામ્યું હતું.

તે પૂર્વે યજમાન પરિવાર દ્વારા જગન્નાથ મંદિર ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓનું સાલ ઓઢાડીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

યજમાન પરિવાર દ્રારા ભગવાન જગન્નાથજી મામેરા મા બે ગજરાજ,નિશાન ડંકો, ચાર ઘોડે સવાર,ઉટ,બે બગી, બે બેન્ડબાજા,ડીજે,બાળકોના મનોરંજન માટે ના કાટૅનો, વિમાન,ફટાકડા ની આતશબાજી વચ્ચે યજમાન પરિવાર સહિત તેમના સગા સંબંધીઓ, સ્નેહિમિત્રો, જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ સહિત મોટી સંખ્યામાં જગન્નાથ ભક્તો જય રણછોડ માખણ ચોર ના ગગનભેદી નાદ સાથે જોડાયા હતા.

યજમાન પરિવાર દ્વારા ભગવાન જગન્નાથના ભરાયેલા મામેરામાં પાંચ હાર, પાઘડી આકારના હીરા મોતી જડિત મુગટ, મશરૂમાંથી તૈયાર કરાયેલ ભગવાનના છ જોડી વાઘા , હિરા ઝવેરાત સાથે ના એન્ટીક ત્રણ છતરો,1 કિલો ચાંદી,1.75 લાખ રોકડા, સુકોમેવો સહિત ની વસ્તુઓ અપૅણ કરવામાં આવી હતી.

ભગવાન નું મામેરૂ રૂડા રથમાં યજમાન પરિવાર ના નિવાસ સ્થાને થી નિકળી બગવાડા દરવાજા, હિગળાચાચર, ધીવટા નાકેથી જગન્નાથ મંદિર પરિસર ખાતે સંપન્ન બન્યું હતું.

ભગવાન નું મામેરૂ મંદિર પરિસર ખાતે પહોચતા મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા યજમાન પરિવાર સાથે મામેરાનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

અખાત્રીજ ના પવિત્ર દિવસે પાટણ શહેર સહિત જિલ્લાના ખેડૂતોએ નવા વર્ષની ખેતીના શ્રી ગણેશ કર્યા…

બળદોની સંખ્યા કરતા ખેડૂતોએ ટ્રેક્ટરની તેમજ ધરતી માતાજી પૂજા...

પાટણ જિલ્લા ભાજપ કાયૉલય ખાતે પાટણબ.કા.અને કચ્છ લોકસભાની બેઠક મળી..

પાટણ તા. ૧૪લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ગુરૂવારે પાટણ જિલ્લા...

દિયોદર થી ત્રણ ટ્રેક્ટર અને 500 ખેડૂતો સાથે નીકળેલ ન્યાય યાત્રા નું પાટણમાં આગમન..

ખેડૂતને થપ્પડ મારવાના મામલે ધારાસભ્યનું સરકાર દ્વારા રાજીનામું નહીં...