fbpx

પાટણ ની સાગોટાની શેરીમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે વિસ્તારના રહીશો પોલીસ સ્ટેશન પહોંચ્યા.

Date:

પાટણ તા. ૧૦
પાટણ શહેરના એવા કેટલાય હિન્દુઓના મોહલ્લા અને વિસ્તાર છે કે જ્યાં ધીરે ધીરે વિધર્મીઓ મકાનોની ખરીદી કરી પોતાનું સામ્રાજ્ય સ્થાપવાની પ્રેરવી કરી રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે શનિવારના રોજ પાટણ શહેરના સાગોટા ની શેરીમાં રહેતા હિન્દુ પરિવારના લોકોએ પોતાના મહોલ્લામાં ધીરે ધીરે 30 ℅ ઉપર વિધર્મીઓ દ્વારા મકાનોની ખરીદી કરી પોતાનું સામ્રાજ્ય જમાવવાનો પ્રયાસ શરૂ કર્યો હોવાની રજૂઆત સાથે વિસ્તારના હિન્દુ પરિવારજનો એ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી પોતાના મહોલ્લામાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી મોહલ્લામાં હિન્દુઓ દ્વારા વિઘર્મીઓને વેચાતા મકાનો અટકાવવા ની ઉગ્ર રજૂઆત સાથે લેખિતમાં જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ શહેરની સાગોટા ની શેરીમાં રહેતા હિન્દુ પરિવારના લોકોએ પાટણ એડવીઝન પોલીસ સમક્ષ પોતાની હૈયા વરાળા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારા આ મહોલ્લામાં પ્રજાપતિ, ઠાકોર, દરજી, મોદી સહિત હિન્દુ જાતીના પરિવારજનો વસવાટ કરતાં હતા પરંતુ સમય જતાં કેટલાક સમાજના લોકો મહોલ્લો છોડી સોસાયટી વિસ્તારમાં રહેવા જતાં આવા પરિવારજનો દ્વારા પોતાના મકાનો વિધર્મીઓને વેચવાનું શરૂ કરતાં હાલમા અમારા મહોલ્લા માં 30℅જેટલા વિધર્મીઓ ના મકાન છે.

હિન્દુ મોહલ્લામાં રહેતા કેટલાક લોકો વિધર્મીઓને મકાન વેચી રહ્યા હોય જે રોકવામાં આવે તેવી ઉગ્ર માંગ.

જે મકાન ખરીદ કરનાર વિધર્મી પરિવારો ની ખાણી પીણી અને રહેણી કરણી ના કારણે મહોલ્લામાં રહેતા હિન્દુ પરિવારો મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે.તો આ મહોલ્લામાં આવેલ પ્રજાપતિ, દરજી કાપડીયા સમાજના દેવી દેવતાઓના મંદિર પણ આવેલ હોય જેને લઈને પણ હિન્દુ ધમૅ ની આસ્થાને ઠેસ પહોચી રહી છે. તો મહોલ્લામાં રહેતા હિન્દુ પરિવારના લોકોને વિધર્મીઓ એનકેન પ્રકારે હેરાન પરેશાન કરી પોતાના મકાનો વેચવા મજબુર કરી રહ્યા હોવાના આક્ષેપો સાથે રહીશોએ પોતાના મહોલ્લામાં અશાંત ધારો લાગુ કરવા તેમજ હિન્દુઓ દ્વારા વિધર્મીઓને વેચવામાં આવતા મકાનો અટકાવવા ની માંગ સાથે લેખિતમાં રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે

સાગોટા ની શેરીમાં રહેતા હિન્દુ પરિવારો દ્વારા પાટણ એ ડિવિઝન પોલીસ મથકે કરાયેલી લેખિત રજૂઆતના પગલે ફરજ પરના પીએસઆઇ પરમારે જણાવ્યું હતું કે અશાંત ધારો લાગુ કરવા પોલીસ દ્વારા આજથી છ માસ અગાઉ રિપોર્ટ કરવામાં આવ્યો છે જ્યારે હાલમાં રહીશો દ્વારા મોહલ્લામાં હિન્દુપરિવાર દ્વારા વિધર્મીને મકાન વેચવા બાબતે અટકાવવા કરેલી રજૂઆતને લઈ ઉપરોક્ત હિન્દુ પરિવારના સભ્યો ને પોલીસ મથકે બોલાવી તેનો જવાબ લઈ આગળની યોગ્ય કાર્યવાહી કરવામાં આવનાર હોવાનો તેઓ એ જણાવ્યું હતું.

પાટણ શહેરના સાગોટા ની શેરીની સાથે સાથે શહેરના અન્ય હિન્દુ પરિવારોના મોહલ્લા પોળો ના વિસ્તારોમાં પણ દિવસે દિવસે વિધર્મીઓ દ્વારા મકાનોની ખરીદી કરી હિન્દુ પરિવારોને એન કેન પ્રકારે પોતાના મકાનો વેચવા મજબૂર કરાતા હોવાના આક્ષેપો પણ કેટલાક હિન્દુ પરિવારના લોકોએ મીડિયા સમક્ષ કર્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પાલિકા દ્વારા ડબ્બે કરાયેલ ઢોરો ની પશુચિકિત્સક દ્રારા તપાસ કરી ટેગ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી.

પાટણ પાલિકા દ્વારા ડબ્બે કરાયેલ ઢોરો ની પશુચિકિત્સક દ્રારા તપાસ કરી ટેગ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી. ~ #369News

હારીજ પોલીસ સ્ટેશન ખાતે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ યોજતી હારીજ પોલીસ…

પાટણ તા. ૩૦હારીજ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુઝકો અપૅણ...

પાટણ શહેર સહિત જિલ્લા માં હઝરત ઈમામ હુસૈનની યાદમાં તાજિયા ઝુલુસ નિકળ્યું..

મુસ્લિમ યુવાનોના હૈરત અંગેજ કરતબો લોકોનું આકષૅણ બન્યાં.. ગાયકવાડી સરકારી...