હારીજ પોલીસ અને પાટણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ હાઇવે વિસ્તારની મુલાકાત લીધી..
પાટણ તા. ૧૦
પાટણ જિલ્લાના હારીજ પંથકમાં ભૂમાફિયાઓ દ્વારા ઓવરલોડ રેતી ભરી બેફામ પણે વાહનો દોડાવવા ની સાથે સરકારની કરચોરી સાથે વિસ્તારના માગૅ ને નુકસાન પહોચાડતા હોય જેને અટકાવવા હારીજ ના હાઇવે માર્ગો પર સીસીટીવી કેમેરા કાર્યરત કરવા અને ઓવરલોડ રેતી ભરીને દોડતા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા હારીજ પોલીસ અને પાટણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ હાઇવે વિસ્તારની મુલાકાત લીધી હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ હારીજ પંથકના ખાખલ- થરા માર્ગ પર ટોટાણા,ખાડીયા અને દાદર નજીકથી પસાર થતી બનાસ નદીમાંથી ભૂમાફિયાઓ ઓવરલોડ રેતી ભરી ને દિવસ રાત નિકળતા હોય છે
જેના કારણે આ વિસ્તારના માગૅ પણ ક્ષતિગ્રસ્ત બનતા હોવાની સાથે સરકાર ની કરચોરી થતી અટકાવ વા અને ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી શકાય તે માટે હારીજ હાઈવે માગૅ પર સી સી ટીવી કેમેરા કાયૅરત બનાવવા હારીજ પોલીસ અને ખાણખનીજ વિભાગના અધિકારીઓએ હાઈવે વિસ્તારની મુલાકાત લીધી હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી